Home /News /madhya-gujarat /અમદાવાદ: કોરોનાના મૃતકના પરિવારજનોને 8 દિવસ બાદ મોતની જાણ કરાઇ, મૃતકોમાં પણ નામ નહીં

અમદાવાદ: કોરોનાના મૃતકના પરિવારજનોને 8 દિવસ બાદ મોતની જાણ કરાઇ, મૃતકોમાં પણ નામ નહીં

મૃતકનાં સંબંધીઓ

વ્યકિતનું કોવિડ હોસ્પિટલમાં ગત 6 મેનાં રોજ મોત નીપજ્યું. જેની જાણ તેમના પરિવારજનોને 8 દિવસ બાદ કરવામાં આવી.

  અમદાવાદ : સિવિલ કોવિડ હૉસ્પિટલની  (Civil Covid Hospital) અન્ય એક ઘોર બેદરકારી સામે આવી છે. શહેરનાં ગોમતીપુરનાં કોરોના પોઝિટીવ વ્યકિતનું કોવિડ હોસ્પિટલમાં ગત 6 મેનાં રોજ મોત નીપજ્યું. જેની જાણ તેમના પરિવારજનોને 8 દિવસ બાદ કરવામાં આવી. આ દરમિયાન પરિવાર કોઇપણ સંપર્ક કરવા ઇચ્છે તો તેમને ગલ્લાતલ્લા કરીને ત્યાંથી જવા માટે કહેવામાં આવે. ફોન પર તો કોઇ જ જવાબ આપવામાં નથી આવતો. આટલેથી વાત નથી અટકતી, દર્દીનાં સગાને પીપીઇ કીટ પહેરાવ્યા વિના જ મૃતદેહ સોંપી દેવાયો હતો. આ સાથે મૃતકોની યાદીમાં પણ તેમનું નામ જ આપવામાં આવ્યું નથી. જ્યારે અમદાવાદીઓનો તંત્ર સામે એવો પણ આક્ષેપ છે કે, પરિવારમાં કોઇએક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો અન્ય લોકોનાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવતા નથી. તો શું તંત્રને હવે અમદાવાદનાં પોઝિટિવ કેસ અને મૃતઆંકનો આંકડો નીચો રહે તેમા જ રસ છે. અમદાવાદ શહેરનાં લોકોની ચિંતા નથી થઇ રહી?

  હૉસ્પિટલનાં સ્ટાફે પણ જવાબ ન આપ્યો

  મૃતક મહેશભાઇના સંબંધી મુકેશભાઇનાં જણાવ્યાં મુજબ, શહેરનાં ગોમતીપુરનાં વણકર વાસમાં રહેતાં 57 વર્ષનાં મહેશભાઇ શંકરલાલ સોલંકીને ગત 4 મેનાં રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમને 108 દ્વારા સિવિલની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ અમે તેમને મળવા હોસ્પિટલ જતાં હતા પણ હોસ્પિટલમાં પ્રવેશવા દેતા ન હતા અને અમને અમારા દર્દી અંગે કોઇ જ માહિતી આપતા ન હતા. જેથી તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો. જયારે બીજી તરફ મહેશભાઇના મોબાઇલ પર અમારી પાંચમી મેનાં રોજ છેલ્લે વાત થઇ હતી. જે બાદ સંપર્ક કરવા છતાં મોબાઇલનું ચાર્જિગ પુરુ થઇ ગયું હોવાથી મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. ગત 4મેથી 13 મે સુધી અમે કોવીડ હોસ્પિટલમાં જઇને વારંવાર પૂછપરછ કરી હતી પણ મહેશભાઇ અંગેની કોઇ જ માહિતી મળી ન હતી.

  મોત પછી તરત અમને કેમ ન કહ્યું?

  તેમણે ભારે હૃદયે જણાવ્યું કે, 14મે ગુરુવારના રોજ એટલે કે દાખલ કર્યાનાં 10 દિવસ બાદ પોલીસે આવીને મહેશભાઇનું મૃત્યુ ગત 6 મેનાં રોજ થયું હોવાનું જણાવ્યું હતું. જેથી હું અને અન્ય સગા સિવિલ હોસ્પિટલ પહોંચતાં ત્યાના અધિકારીએ મહેશભાઇનું મૃત્યુ ગત 6મેનાં રોજ થયાનું જણાવ્યું હતું. જેથી અમે પુછ્યું કે તમે અમને 8 દિવસ સુધી તેમનાં મૃત્યુની જાણ કેમ ન કરી? ત્યારે અધિકારીઓએ મહેશ ભાઈ સોલંકી અંગે કોઇ જવાબ આપ્યો ન હતો. જ્યારે દર્દીને દાખલ કરવામાં આવે છે ત્યારે તેનું આધાર કાર્ડ અને અન્ય માહિતી લેવામાં આવે છે. તો આ માહિતી ક્યાં ગઇ. તેની પર તેઓ અમને જાણકારી આપી શકતા હતા.

  આ પણ વાંચો - અમદાવાદીઓ સાવધાન : Paytm અપડેટ કરવાને બહાને જાણો કઇ રીતે ગૂમાવ્યા 14 લાખ રૂ.

  આટલી મોટી હૉસ્પિટલમાં આવી ઘોર બેદરકારી કેમ?

  આ સાથે અન્ય સંબંધી અંજનાબેન રાઠોડે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, વિશ્વની નંબર એક હૉસ્પિટલ સિવિલ છે. તેમાં પણ આવી ઘોર બેદરકારી બને તો અન્ય હૉસ્પટિલમાં તો શું શું થતું હશે. અમને સિવિલનાં સ્ટાફે યોગ્ય જાણકારી જ ન આપી કે અમારા સગા હૉસ્પિટલમાં કેવા છે. અમારી વાત પણ ન કરાવી. મહેશભાઇ સાથે છેલ્લે અમારે પાંચમી તારીખે વાત થઇ હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મને ઓક્સિજન ચડાવવામાં આવે છે. જેથી અમે તેમને કહેલું કે હવે તમે ખાલી મેસેજ કરજો ફોન ન કરતા તમને તકલીફ થશે. પરંતુ પછી એમનો કોઇ મેસેજ ન આવ્યો કે વાત ન થઇ. વારંવાર હૉસ્પિટલ જઇને પૂછવામાં આવે કે તેમની તબિયત અંગે અમને જાણ કરો તો પણ કોઇ જ જવાબ ન મળે. અને છેક 14 મેનાં રોજ પોલીસ આવીને તેમના મૃત્યુંની જાણકારી આપે છે.

  આ પણ જુઓ -  
  " isDesktop="true" id="982427" >
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Coronavirus, COVID-19, Missing, અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन