અમદાવાદ: સિટી પલ્સ મલ્ટિપ્લેક્સના માલિકને વાળ કપાવવાની કિંમત રૂપિયા 30 હજાર ચૂકવવી પડી!

અમદાવાદ: સિટી પલ્સ મલ્ટિપ્લેક્સના માલિકને વાળ કપાવવાની કિંમત રૂપિયા 30 હજાર ચૂકવવી પડી!
તસવીર: Shutterstock

સિટી પલ્સ મલ્ટિપ્લેક્સના માલિક અર્પિત મહેતા ફેમિલી સલૂન ખાતે વાળ કપાવવા તેમજ તેમના પત્ની ફેશિયલ કરાવવા માટે ગયા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરમાં કારના કાચ તોડી કિંમતી માલસામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ (Gang) સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. ગઇકાલે સિટી પલ્સ મ‌લ્ટિપ્લેક્સ ( City Pulse Multiplex)ના માલિકને સલૂનમાં વાળ કપાવવાનું અને પત્નીનું ફેશિયલ 30 હજાર રૂપિયામાં પડ્યું છે. સલૂન બહાર જગુઆર કાર (Jaguar car) પાર્ક કરીને સલૂનમાં ગયા ત્યારે ગઠિયો કાચ તોડીને કારમાંથી ચોરી કરીને ફરાર થઇ ગયો હતો.

નવા વાડજ વિસ્તારમાં આવેલા કરુણા સોસાયટીમાં રહેતા અને સી.જી. રોડ ખાતેના સિટી પલ્સ મ‌લ્ટિપ્લેક્સના માલિક અર્પિત મહેતાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ આપી છે. ગઇકાલે બપોરના સમયે અર્પિતભાઈ તેમની જગુઆર કાર લઈને નારણપુરા ફેમિલી સલૂનમાં વાળ કપાવવા તેમજ પત્નીને ફેશિયલ માટે ગયા હતા. આ દરમિયાન તેમણે જીવન વિકાસ સોસાયટીના મકાન પાસે જાહેર રોડ પર તેમની જગુઆર કાર પાર્ક કરી હતી.આ પણ વાંચો: રાજકોટમાં લવરમૂછિયાએ માંગી 72 કરોડ રૂપિયાની ખંડણી, ઘડ્યો ક્રાઇમ પેટ્રોલને આંટી મારે તેવો પ્લાન

બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એક યુવકે સલૂનમાં આવીને કહ્યું કે, બહાર જગુઆર કાર કોની છે? આ કારનો કાચ તોડી કોઈ અંદરથી કંઈક લઇ ગયું છે. અર્પિતભાઈ અને તેમનાં પત્નીએ પાર્ક કરેલી જગુઆર કાર પાસે આવીને જોયું તો કારનો કાચ તૂટેલો હતો. અજાણ્યા શખ્સો જગુઆર કારનો કાચ તોડી અર્પિતભાઈની બેગમાં મૂકેલી 30 હજારની રોકડ રકમ, એક્સિસ બેન્કની ચેકબુક, કેનેરા બેન્કની ચેકબુક, બેન્ક ઑફ બરોડાની ચેકબુક સહિત અગત્યના ડોક્યુમેન્ટની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો: '72 કરોડ આપો નહીં તો તમારી ત્રણેય પુત્રીઓને જીવવા નહીં દઉં,' બિલ્ડરના ભાભીને મળી ધમકી

આ પણ વાંચો:  ચૂંટણી સભામાં સી.આર.પાટીલની રમૂજ: મારી પત્ની મારી વાત નથી માનતી તો તમારી ક્યાંથી માને!

આ બાબતે નારણપુરા પોલીસને જાણ કરાતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. નારણપુરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા છે. જેમાં મોંઘીદાટ ગાડીનાં કાચ તોડીને કિંમતી માલ સામાનની ચોરીના બનાવો બન્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:February 26, 2021, 13:41 pm

ટૉપ ન્યૂઝ