અમદાવાદ: પોલીસ કમિશ્નરનો લોકો સાથે સોશિયલ મીડિયા થકી સંવાદ, લોકોએ કહ્યું - 'વોટ્સએપ નંબર ચાલુ કરો'


Updated: April 10, 2020, 8:33 PM IST
અમદાવાદ: પોલીસ કમિશ્નરનો લોકો સાથે સોશિયલ મીડિયા થકી સંવાદ, લોકોએ કહ્યું - 'વોટ્સએપ નંબર ચાલુ કરો'
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા

આજે લોકોને પ્રશ્નો પૂછવાનો મોકો પોલીસે આપ્યો. ફેસબુક અને ટ્વિટર પર અડધો કલાક શહેર પોલીસ કમિશનર લાઈવ થયા હતા

  • Share this:
અમદાવાદ: લોકડાઉન વચ્ચે શહેર પોલિસે આજે લોકો સાથે સંવાદ કર્યો હતો. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોના પ્રશ્નો અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ સાંભળ્યા હતા, પણ લોકોએ પ્રશ્નો કરવાની જગ્યાએ પોલીસને માર્ગદર્શન આપ્યું હતું.

અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં 2190 ગુના નોંધી 6245ની ધરપકડ કરી છે. જેમાં 144, 188ના ભંગ બદલ 2104 ગુના નોંધી 6088 લોકોની ધરપકડ કરી છે. ગઈકાલે 360 ગુના નોંધી 845 લોકોની ધરપકડ કરાઈ હતી. એપેડેમીક ડીસીઝ એકટ મુજબ 80 ગુના નોંધાયા અને કુલ 139 લોકોની ધરપકડ કરાઈ. જ્યારે હંગામો કરનાર લોકો સામે બે ગુના નોંધી 13 લોકોને પકડ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ ચાર ગુના નોંધી પાંચની ધરપકડ કરાઈ. જ્યારે 25 ડ્રોન દ્વારા 27 ગુના નોંધી 129થી વધુ લોકોને પકડ્યા છે. ગઈકાલે 579 વાહનો ડિટેઇન કરી 6.49 લાખ દંડ વસુલયો.

આ પ્રકારની કામગીરી લોકડાઉન વચ્ચે શહેર પોલીસે કરી છે. જોકે પોલીસનું હજુય એવું જ માનવું છે કે, લોકો મેડિકલ અને અન્ય બહાના બતાવી બહાર નીકળી રહ્યા છે. 18 હજાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ લોકડાઉનમાં કામ કરી રહ્યા છે. તો સાથે સાથે શહેરમાં લાગેલા સીસીટીવીથી પણ પોલીસ ગુનો નોંધી રહી છે. કંટ્રોલ રૂમમાં આવતી ફીડમાં કોઈ દેખાય તો તાત્કાલિક પોલીસને મોકલી કાર્યવાહી કરાય છે. બીજીતરફ પોલીસ સ્ટેશન અને પોલીસના વાહનોને પણ સેનિતાઈઝ કરાયા છે.

તો આજે લોકોને પ્રશ્નો પૂછવાનો મોકો પોલીસે આપ્યો. ફેસબુક અને ટ્વિટર પર અડધો કલાક શહેર પોલીસ કમિશનર લાઈવ થયા હતા. જેમાં અનેક લોકોએ પ્રશ્નો પૂછ્યા. આ સંવાદમાં લોકોનો એક મહત્વનો પ્રશ્ન એ જ હતો કે, અનેક લોકોના પરિવારજનો બહાર છે અને લોકડાઉન વધવાનું છે તો કેવી રીતે તેમને પાછા લાવી શકાય. બીજા લોકોએ અનેક પ્રકારના માર્ગદર્શન પોલીસને આપ્યા. જેમાં પોલીસ એક વોટ્સએપ નમ્બર શરૂ કરે એવી સલાહ આપવામાં આવી.

બીજીતરફ પોલીસને અનેક ફરિયાદો મળી જેમાં લોકો શાકમાર્કેટ જ વધુ ભેગા થતા હોવાની લોક ફરિયાદ ઉઠી. જેને લઈને પોલીસ હવે કામ કરશે. તો બીજી તરફ હાલ પોલીસે 1200 જેટલા સોશ્યલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરી આઠ ગુના નોંધી સાત લોકોની ધરપકડ કરી.

શહેર પોલિસ હવે રોજે-રોજ લોકો સમક્ષ પહોંચવા સોશયલ મીડિયાનો ઉપયોગ કરી લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરશે. પણ હજુય અનેક જગ્યા પર લોકો બહાર નીકળે છે તે વાતને પોલીસ સમર્થન આપી રહી છે ત્યારે તે અંગે કાર્યવાહી જરૂરી બની છે.
First published: April 10, 2020, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading