છેલ્લાં ચોવીસ કલાકમાં રાજ્યના 30 તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં મહુવા(સુરત), ધરમપુર, સોનગઢ, ચોર્યાસી, લખતર, જલાલપોર, કપરાડા, ગોંડલ, વાલોડ, વ્યારા, ભરૂચ, ઉમરપાડા, માંડવી(સુરત), આંકલાવ, કુંકરમુંડા, પલસાણા, દસાડા, લાલપુર, સમી, જામકંડોરણા, નાંદોદ, કલ્યાણપુર, સાગબારા, ડોલવાણ, ધંધુકા, લિમડી, સુરત શહેર, ઉમરગામ, વિરમગામ, માંગરોળ(સુરત) અને ભાભોર તાલુકામાં 25 મીમી થી 50 મીમી એટલે કે એક થી બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત 32 તાલુકાઓમાં અડધાથી એક ઈંચ જયારે 96 તાલુકાઓમાં અડધા ઈંચથી ઓછો સામાન્ય વરસાદ વરસ્યો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.
" isDesktop="true" id="1014224" >
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 86.72 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 150.07 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 118.47 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 78.55 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 66.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં 63.25 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.