Home /News /madhya-gujarat /

અમદાવાદઃ ચાંદખેડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો આપઘાત

અમદાવાદઃ ચાંદખેડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો આપઘાત

જગદીશભાઈ પરમાર

    દીપક સોલંકી, અમદાવાદ

    અમદાવાદમાં એક પોલીસકર્મીએ વહેલી સવારે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. મળી રહેલી માહિતી પ્રમાણે કોન્સ્ટેબલ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતો હતો. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.

    પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જગદીશભાઈ રાવજીભાઈ પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલે મંગળવારે વહેલી સવારે આપઘાત કરી લીધો હતો. કોન્સ્ટેબલે પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.

    જગદીશભાઈએ કયા કારણોસર આપઘાત કરી લીધો હતો તેની કોઈ માહિતી મળી નથી. મળી રહેલી માહિતી પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ ચાંદખેડા રેલવે સ્ટેશન પાછળ આવેલા મહિપાલનગર-2માં રહેતા હતા. મૃતક જગદીશભાઈની ઉંમર 46 વર્ષ છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Ahmedabad police commissioner, Chandkheda, Jagdishbhai, Police Constable, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन