સુરત,વડોદરા, રાજકોટ, ભાવનગરનાં કુલ કોરોના કેસ કરતા પણ વધારે છે અમદાવાદનાં એક જ ઝોનનાં કેસ

સુરત,વડોદરા, રાજકોટ, ભાવનગરનાં કુલ કોરોના કેસ કરતા પણ વધારે છે અમદાવાદનાં એક જ ઝોનનાં કેસ
અમદાવાદમાં હેલ્થ ખાતા દ્વારા ટેસ્ટ કરવાની પ્રક્રિયાને પણ વધુ એગ્રેસીવ બનાવવામાં આવી છે.

અમદાવાદમાં હેલ્થ ખાતા દ્વારા ટેસ્ટ કરવાની પ્રક્રિયાને પણ વધુ એગ્રેસીવ બનાવવામાં આવી છે.

  • Share this:
    અમદાવાદ : રાજ્યમાં તો કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે પરંતુ અમદાવાદમાં દર્દીઓની સંખ્યામાં જે રીતે વધારો થઇ રહ્યો છે તે ઘણું જ ચિંતાજનક છે. ગઇકાલે એટલે બુધવારે સાંજે આવેલા અપડેટેડ આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 4082 કોરોના વાયરસનાં પોઝિટિવ કેસ છે જ્યારે માત્ર અમદાવાદમાં કુલમાંથી 2777 કેસો છે. જેમાંથી અમદાવાદનાં માત્ર મધ્ય ઝોનમાં દર્દીઓની કુલ સંખા 1111 છે. અમદાવાદને બાદ કરતા રાજ્યનાં કોઇપણ શહેરમાં એક હજારથી વધારે કેસ નથી. બીજી બાજુએ જોઇએ તો સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં છેલ્લા અપડેટેડ આંકડા પ્રમાણે કુલ કેસોની સંખ્યા 972 છે. જે આંકડો અમદાવાદનાં મધ્યઝોન કરતા ઓછો છે. જોકે, અમદાવાદમાં હેલ્થ ખાતા દ્વારા ટેસ્ટ કરવાની પ્રક્રિયાને પણ વધુ એગ્રેસીવ બનાવવામાં આવી છે.

    અમદાવાદના 48 વોર્ડમાંથી કાળુપુર, જમાલપુર, દરિયાપુર, શાહપુર, દાણીલીમડા અને બહેરામપુરા રેડ ઝોનમાં મુકાઈ ગયા છે. જ્યારે બાકીના 42 વોર્ડ ઓરેન્જ ઝોનમાં સામેલ છે. શહેરમાં હાલ ગ્રીન ઝોન જેવું કાંઇ જ નથી. શહેરમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસમાંથી 44 ટકા કેસ માત્ર મધ્ય ઝોનમાં નોંધાયા છે.



    આ પણ વાંચો - ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, 24 કલાકમાં 308 કેસ પોઝિટિવ, 16નાં મોત, અમદાવાદમાં 234 નવા સંક્રમિત

    જમાલપુરમાં સૌથી વધુ કેસ

    જમાલપુર વોર્ડમાં જ સૌથી વધુ 557 જેટલા કેસ નોંધાય છે. આ ઝોનમાં જ સૌથી વધુ મૃત્યુ થયા છે. તો મધ્ય ઝોનમાં ક્યાં કેટલા કેસ નોંધાયા છે તેની પર એક નજર કરી લઇએ. મધ્યઝોનમાં કુલ કેસની સંખ્યા 1111 પર પહોંચી છે. અહીં અત્યાર સુધી કુલ 65 લોકોના મૃત્યુ થયા છે.



































    મધ્ય ઝોન કેસની સંખ્યા
    જમાલપુર 557
    ખાડિયા 215
    દરિયાપુર 129
    શાહપુર 119
    અસારવા 70
    શાહીબાગ 21
    કુલ 1111

    આ પણ જુઓ- 
    Published by:News18 Gujarati
    First published:April 30, 2020, 08:49 am

    ટૉપ ન્યૂઝ