સાબરમતી જેલમાં પ્લેન હાઇજેકિંગ કેસના કેદી બિરજુની બેરેકમાંથી મોબાઇલ મળી આવ્યો

News18 Gujarati
Updated: July 14, 2019, 10:00 AM IST
સાબરમતી જેલમાં પ્લેન હાઇજેકિંગ કેસના કેદી બિરજુની બેરેકમાંથી  મોબાઇલ મળી આવ્યો
બિરજુ સલ્લાને પ્લેન હાઇજેકિંગ કેસમાં જન્મટીપ અને રૂપિયા 5 કરોડના દંડની સજા થઈ છે.

સાબરમતી જૂની જેલની ખોલી નંબર 1માંથી મળ્યો મોબાઇલ, રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ

  • Share this:
હરમેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં બંધ પ્લેન હાઇજેકિંગ કેસના કેદી બિરજુ સલ્લાની બેરેકમાંથી મોબાઇલ મળી આવ્યો છે. સાબરમતી જેલની જૂની ખોલી નંબર-1માંથી મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અવારનવાર સાબરમતી જેલમાંથી મોબાઇલ મળી આવતા સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે.

બિરજુ સલ્લા પ્લેન હાઇજેકિંગ કેસમાં દોષિત ઠર્યો છે અને સાબરમતીમાં બંધ છે. સલ્લાએ ગર્લફ્રેન્ડને ડરાવવા માટે પ્લેનમાં બોમ્બ છે તેવી ચિઠ્ઠી લખી હતી. સલ્લાની બેરેકમાંથી પોલીસને એક મોબાઇલ ફોન અને એક સીમકાર્ડ મળી આવ્યું છે. આ મામલે પોલીસે સલ્લા સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. સલ્લાની જેલમાંથી મોબાઇલ મળી આવતા આ અંગે કોઈ નેટવર્ક કામ કરે છે કે નહીં તેની તપાસ સ્પેશિયલ ઑપરેશન ગૃપને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો :  સિંગતેલ બાદ કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, ચાર દિવસમાં ડબ્બે રૂ.20નો ઘટાડો

સલ્લાએ મુંબઈથી દિલ્હી જતી ફ્‌લાઈટને હાઈજેક કરવાની ધમકી આપી હતી, અને તેના કારણે પ્લેનને અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. સલ્લાએ ધમકીભર્યો પત્ર પ્લેનના વોશરૂમમાં સંતાડ્‌યો હતો, જે સ્ટાફને હાથ લાગ્યો હતો.આ પત્રમાં જણાવાયું હતું કે, પ્લેનના કાર્ગો એરિયામાં બોમ્બ છે, અને તેમાં અપહરણકારો પણ સવાર છે.

સાબરમતી જેલની ફાઇલ તસવીર


પત્રને પગલે પ્લેનમાં અને એરપોર્ટ ઓથોરીટી સહિત તપાસનીશ એજન્સીઓમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. બાદમાં સમગ્ર મામલાની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, મુંબઈથી બિઝનેસ ક્લાસમાં સવાર થયેલા બિરજુ સલ્લાએ ઈંગ્લીશ અને ઉર્દુમાં એક નોટ બનાવી હતી, અને તેને ઈરાદાપૂર્વક પ્લેનના ટોઈલેટના ટિશ્યુ પેપર બોક્સમાં મૂકી દીધી હતી.આ પણ વાંચો :  ASI-કોન્સ્ટેબલ આપઘાત કેસ : 32 નવનિયુક્ત ASIની રિવોલ્વર પરત ખેંચાઈ

બિરજુને જન્મટીપ અને 5 કરોડના દંડની સજા થઈ છે
મુંબઇથી દિલ્હી જતી જેટ એરવેઝની ફલાઇટમાં ધમકીભર્યો પત્ર લખી ભારે આંતક અને ભયનો ઓથાર પેદા કરવાના અમદાવાદના પ્રથમ એન્ટી હાઇજેકીંગ ગુનાના કેસમાં સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે આરોપી બિરજુ સલ્લાને દોષિત ઠરાવ્યો હતો અને તેને આ કેસમાં જન્મટીપની આકરી સજા ફટકારી હતી. કોર્ટે આરોપી બિરજુ સલ્લાને આજીવન કેદની સજાની સાથે સાથે રૂ.પાંચ કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. આ સિવાય કોર્ટે કો-પાઇલટને રૂ.એક-એક લાખનું વળતર અને એર હોસ્ટેસને રૂ.૫૦-૫૦ હજારનું વળતર તથા તમામ પેસેન્જરને રૂ.૨૫ હજારનો વળતર ચુકવવાનો પણ બહુ મહત્વનો આદેશ કર્યો હતો. સ્પેશ્યલ એનઆઇએ કોર્ટનો ચુકાદો જાતાં પ્લેન હાઇજેકીંગનો ધમકીભર્યો પત્ર લખવાનું બિરજુ સલ્લાને બહુ ભારે પડી ગયુ હતું. મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લા સામે એન્ટિ હાઈજેકીંગ એક્ટ હેઠળ 2017માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. 2016 જુલાઈથી અમલમાં આવેલા આ કાયદા હેઠળ દેશભરમાં અમદાવાદમાં આ પહેલો ગુનો નોંધાયો હતો.

 
First published: July 14, 2019
વધુ વાંચો
अगली ख़बर