અમદાવાદના કેટરર્સની સરાહનીય કામગીરી, જરુરિયાતમંદો માટે રોજ 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાય છે

અમદાવાદના કેટરર્સની સરાહનીય કામગીરી, જરુરિયાતમંદો માટે રોજ 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાય છે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરનો એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુએ અને દરેકના ઘર સુધી ભોજન પહોંચે તે માટે ઘણા સેવાભાવી ગ્રુપો દ્વારા સ્વૈચ્છિક રીતે ફૂડ પેકેટનું વિતરણ કરાઇ રહ્યું છે

  • Share this:
અમદાવાદ : માણસની ખરી ઓળખ કપરી પરિસ્થિતિમાં જ થાય છે તે વાત ખરેખર સાચી છે. હાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની સ્થિતિ છે ત્યારે અમદાવાદના જાણીતા કેટરર્સ દ્વારા જરુરિયાતમંદોને 21 દિવસ સુધી બે ટાઇમ જમવાનું મળી રહે તે માટે અનોખી વ્યવસ્થા ઊભી કરાઇ છે. આ માટે કેટરર્સ એસોસિએશન દ્વારા રોજના 10 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાય છે.

મંગળવારની મોડી રાત્રે લોકડાઉનના સમાચાર મળતાની સાથે જ કરિયાણાની દુકાનો પાસે લાંબી લાઇનો લાગી ગઇ હતી. આવા સમયે રોજનું રોજ કમાઇને ખાવાવાળા, ઝુપડપટ્ટીમાં રહેનારા અને ભિક્ષુકોની સ્થિતિ કપરી બની છે ત્યારે અમદાવાદ શહેરનો એકપણ વ્યક્તિ ભૂખ્યો ન સુએ અને દરેકના ઘર સુધી ભોજન પહોંચે તે માટે ઘણા સેવાભાવી ગ્રુપો દ્વારા સ્વૈચ્છિક રીતે ફૂડ પેકેટનું વિતરણ કરાઇ રહ્યું છે.અમદાવાદના કેટરર્સ ધ ગ્રાન્ડ ભગવતિ, હોનેસ્ટ, ગ્વાલિયા, ફ્લેવર અને અન્ય નાના મોટા કેટરર્સ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવે છે જે કોર્પોરેશનને સોંપવામાં આવે છે. આ તમામ ફૂડ પેકેટને કોર્પોરેશન દ્વારા અમદાવાદના અલગ અલગ ઝોનમાં વિતરણ કરવામાં આવે છે.

આ અંગે વાત કરતા ધ ગ્રાન્ડ ભગવતિના ઓનર નરેન્દ્રભાઇ સોમાણીએ કહ્યું કે, જ્યારે શહેર અને દેશમાં કપરી પરિસ્થિતિ હોય ત્યારે કમાણી કરવાનું ન વિચારવું જોઇએ. આમ પણ કેટરર્સની સિઝન હમણાં જ પુરી થઇ છે. આ મુશ્કેલીની ઘડીમાં અમે જરુરિયાતમંદોની સાથે છીએ. આ બાબતને ધ્યાનમાં રાખીને ઘણા કેટરર્સ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. મારે ત્યાંથી સવારે 2 હજાર અને સાંજે 2 હજાર ફૂડ પેકેટ મોકલાય છે. જેના માટે 45 લોકોનો સ્ટાફ સવાર- સાંજ કામ કરી રહ્યો છે. આ મોટા પાયે કરવાનું હતું પરંતુ લોકડાઉનના કારણે ઘણો સ્ટાફ તેમના ઘરે જતો રહ્યો છે તેથી ના થઇ શક્યું. હાલ એસ.જી. હાઇવે, નરોડા અને શાહિબાગ વિસ્તારમાંથી મોટા પાયે કેટરર્સ દ્વારા તૈયાર કરાયેલા ફૂડ પેકેટ કલેક્ટ થાય છે અને વિતરણ કરવામાં આવે છે.
Published by:kiran mehta
First published:March 25, 2020, 22:36 pm

ટૉપ ન્યૂઝ