અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પાસે ચાલકે PSIના પગ પર કાર ચઢાવી દીધી, પોલીસે કાર અટકાવવાનો કર્યો હતો ઈશારો

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પાસે ચાલકે PSIના પગ પર કાર ચઢાવી દીધી, પોલીસે કાર અટકાવવાનો કર્યો હતો ઈશારો
સેટેલાઇટ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.આર.બાથમ ગુરુવારે સાંજના સમયે સ્ટાફ સાથે ઇસ્કોન બ્રિજ નીચે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કર્ણાવતી કલબ તરફથી રજીસ્ટ્રેશન નંબર GJ 01 KS 2335 આઇ 20 કારના ચાલકને કાર રોકવા માટે ઈશારો કર્યો હતો.

  • Share this:
અમદાવાદ: ટ્રાફિક નિયમો (Traffice Rules)ને તોડીને ભાગી રહેલા વાહન ચાલકોને જ્યારે અટકાવવામાં આવતા હોય છે ત્યારે તેઓ પોલીસ પર વાહન ચઢાવી દેતા હોવાના અનેક બનાવો પોલીસ (Police) ચોપડે નોંધાતા રહે છે. હવે આવો જ એક બનાવ સેટેલાઇટ વિસ્તાર (Satellite Area)માં બન્યો છે. ઇસ્કોન બ્રિજ (Iscon Bridge-Ahmedabad) નજીક એક કારને અટકાવવા જતાં કાર ચાલકે પી.એસ.આઈના પગ પર કાર ચઢાવી દીધી હતી. જે બાદમાં પી.એસ.આઈને પગલમાં ફ્રેક્ચર (Fracture) આવ્યું છે. આ બનાવ બાદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.આર.બાથમ ગુરુવારે સાંજના સમયે સ્ટાફ સાથે ઇસ્કોન બ્રિજ નીચે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કર્ણાવતી કલબ તરફથી રજીસ્ટ્રેશન નંબર GJ 01 KS 2335 આઇ 20 કારના ચાલકને કાર રોકવા માટે ઈશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે કાર રોકવાને બદલે કારને પૂરપાટ હંકારી મૂકી હતી અને ડ્રાઇવર સાઈટની બાજુનું કારનું ટાયર પી.એસ.આઈના પગ પર ચઢાવી દીધું હતું. પી.એસ. ઈને ઇજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પી.એસ.આઈના પગમાં ફ્રેક્ચર હોવાનુ જાણવા મળ્યુ હતું.આ પણ વાંચો: પરિણીતાએ સસરા અને પતિ પર લગાવ્યો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આક્ષેપ, ફરિયાદ દાખલ

આ મામલે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પોલીસ તરફથી લોકો માસ્ક વગર બહાર ન નીકળે તે માટે ચેકિંગ ચાલી રહ્યું છે. માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન અનેક જગ્યા પર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો બની રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: ઔડાના મકાનમાં ચાલતી હતી અનૈતિક પ્રવૃત્તિ, પોલીસ 11 યુવતીઓને છોડાવી

બીજી તરફ અમદાવાદના એસ.જી. હાઇવે પર પોલીસે ગુરુવારે વિશેષ ડ્રાઇવ યોજી હતી. આ દરમિયાન લારી-ગલ્લાવાળાઓ નિયમો પાળે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં યુવાનો પણ મોટી સંખ્યામાં લારી-ગલ્લા પર ટોળે વળીને બેસતા હોય છે. આ દરમિયાન તેઓ તરફથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પણ પાળવામાં નથી આવતા.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ ગુરુવારે યુવાઓને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને એસ.જી. હાઈવે, રિંગ રોડ, સિંધુભવન રોડ વિસ્તારમાં યુવાનો સાંજે ટોળે વળતા હોય છે, તેમને આવું ન કરવાની અપીલ કરવામાં આવી છે. કોર્પોરેશનની અપીલ બાદ પોલીસે પણ આ વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:September 25, 2020, 09:32 am

ટૉપ ન્યૂઝ