Home /News /madhya-gujarat /અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

અમદાવાદઃ કારચાલકે રસ્તા પર યુવતીને જોઈને ટશનમાં કહ્યું, 'તું બહુ હોટ લાગે છે', દબંગ યુવતીએ કર્યાં 'બુરાહાલ'

પ્રતિકાત્મક તસવીર

રવિવારે આ યુવતી સાંજે તેની નાની બહેન સાથે સોસાયટી નજીક આવેલી એક દુકાન ઉપર દૂધ લઈને રોડ ઉપર ચાલતા ચાલતા ઘર તરફ આવતી હતી. કાર ચાલકે ગાડીનો કાચ ઉતારી આ યુવતી ને ઈશારો કર્યો હતો. 

અમદાવાદ: શહેરમાં મહિલાઓની સુરક્ષાને (women Security) લઇને ફરી વખત સવાલો ઉભા થઇ રહ્યા છે. થોડા દિવસ અગાઉ દાણીલીમડામાં (Danilimbada) બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર (gang rape) ગુજારી મહિલાની હત્યા નીપજાવી હતી તે ગુનાની શાહી સુકાય એ પહેલા શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની સગીરા પાડોશી યુવકના હવસ નો ભોગ બની હતી. ત્યારે હવે સોલા વિસ્તારમાં એક યુવતી છેડતીનો ભોગ બની છે. એક કારચાલકે જાહેર રોડ પર આ યુવતીને હોટ લાગે છે, બહુ મસ્ત લાગો છો કહીને છેડતી (Girl molestation) કરી હતી. જોકે યુવતી પણ ડરી ન હતી અને કાર ચાલકનો (car driver) પીછો કરી તેને પકડી પોલીસ (police) હવાલે કર્યો હતો.

શહેરના ગોતા માં રહેતી 22 વર્ષીય યુવતી થલતેજ ખાતે એક કંપનીમાં કસ્ટમર સર્વિસ તરીકે નોકરી કરે છે. પરંતુ હાલમાં કોરોના કાળના કારણે વર્ક ફ્રોમ હોમ હોવાથી આ યુવતી ઘરેથી કામ કરે છે. રવિવારે આ યુવતી સાંજે તેની નાની બહેન સાથે સોસાયટી નજીક આવેલી એક દુકાન ઉપર દૂધ લઈને રોડ ઉપર ચાલતા ચાલતા ઘર તરફ આવતી હતી. તે દરમિયાન રોંગ સાઈડ રસ્તા ઉપર એક કાળા કલરની ગાડીમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલો છોકરો આવ્યો હતો અને ગાડી નો કાચ ઉતારી આ યુવતી ને ઈશારો કર્યો હતો.

જેથી આ યુવતીને કોઈ ઓળખીતું હશે તેવું લાગ્યું હતું અને જ્યારે ગાડી સામે જોયું ત્યારે ગાડીમાં બેઠેલો છોકરો તેનો કોઈ ઓળખીતો ન હતો. આ કારમાં સવાર શખશે ગાડીનો કાચ ઉતારી આ યુવતીને "તું બહુ હોટ લાગે છે" તેમ કહી હાથથી ઈશારો કર્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો

આ પણ વાંચોઃ-જામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત

ત્યાર બાદ તેણે "બહુ મસ્ત લાગો છો" તેમ કહ્યું હતું. જેથી આ યુવતીએ તેના ફોનમાં ગાડીની નંબર પ્લેટ નો ફોટો પાડી લીધો હતો અને બાદમાં ગાડીની પાછળ પાછળ આ યુવતી તેની બહેન સાથે ગઈ હતી અને તે દરમિયાન તેણે તેના ભાઈને પણ ફોન કરીને બોલાવી લીધો હતો.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

બાદમાં ગોતા તરફ પહોંચતા છેડતી કરનાર ના શખસ ની ગાડી પડી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હતું. જેથી થોડી વાત આ યુવતી તેના ભાઈ બહેન સાથે ત્યાં રાહ જોઈ રહી હતી અને બાદમાં યુવતીની છેડતી કરી ઇશારા કરનાર છોકરો તે ગાડી પાસે આવતાં જ તેને પકડી લીધો હતો.
" isDesktop="true" id="1091205" >બાદમાં પોલીસને જાણ કરાઇ હતી. સોલા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી હિરેન પટેલ ની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahemdabad, Molestation, ગુજરાત, ગુનો, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन