અમદાવાદ : LRD પરીક્ષા, પેપરના ફોટા પાડી વોટ્સએપ કરતો ઉમેદવાર ઝડપાયો

News18 Gujarati
Updated: January 6, 2019, 11:41 PM IST
અમદાવાદ : LRD પરીક્ષા, પેપરના ફોટા પાડી વોટ્સએપ કરતો ઉમેદવાર ઝડપાયો
અમદાવાદ : LRD પરીક્ષા, પેપરના ફોટા પાડી વોટ્સએપ કરતો ઉમેદવાર ઝડપાયો

ચાલુ પરીક્ષામાં પેપરના ફોટો પાડી વોટ્સએપ પર જવાબ મંગાવતા ઉમેદવારની સોલા પોલીસે ધરપકડ કરી

  • Share this:
LRDની પરીક્ષાનું પેપર ફરી એક વખત વિવાદમાં
આવ્યું છે. અમદાવાદમાં સોલા બ્રિજ પાસે આવેલી યુટોપિયા સ્કૂલમાં ચાલુ પરીક્ષામાં પેપરના ફોટો પાડી વોટ્સએપ પર જવાબ મંગાવતા ઉમેદવારની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધારે તપાસ હાથ ધરી છે.

મહેસાણાના રહેવાસી જયેશ ચૌધરી નામના યુવાનનો લોકરક્ષકની પરીક્ષામાં સોલાબ્રિજ પાસે આવેલી યુટોપિયા સ્કૂલમાં નંબર આવ્યો હતો. જયેશે પેપરના જવાબ મંગાવવા માટે તેના જેકેટમાં મોબાઈલ છુપાવી દીધો હતો અને અંદર લઈ જવામાં સફળ રહ્યો હતો. પરીક્ષાનું પેપર હાથમાં આવતા જ તેણે ફોટો પાડી વોટ્સએપ કરી દીધાં હતાં. તેણે મોબાઈલ ફોનથી પેપરના 01 થી 14 પ્રશ્નોના ફોટો પાડ્યા હતા. જો કે હાજરી પુરવા આવેલ કર્મચારીએ તેને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો - LRD પરીક્ષાઃ 'પેપર સરળ હતું પણ સમય ઓછો પડ્યો'

આરોપી જયેશ પાસેથી મોબાઈલ કબજે કરી લેવામાં આવ્યો છે. પોલીસે હાલ આ પેપર અન્ય કોઈ ઉમેદવારને મોકલાયું છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો  - દાહોદ: LRD પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થિની અડધું પેપર કોરૂ મળ્યુંલોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે પરીક્ષા પહેલા જણાવ્યું હતું કે આ વખતે પેપરને લઈ પૂરતી તૈયારી કરી છે. છતાં પોલીસની બેદરકારી સામે આવી છે અને ઉમેદવાર પરીક્ષા રૂમમાં મોબાઈલ લઈ જવામાં સફળ રહ્યો હતો. ઉમેદવારે પેપરના ફોટો પણ વોટ્સએપ કરી નાખ્યા હતા.
First published: January 6, 2019, 11:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading