Home /News /madhya-gujarat /અમદાવાદ: કેન્સર હૉસ્પિટલનાં ડૉક્ટર, પેરામેડિકલ, અન્ય સ્ટાફ સહિત 84 લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ: કેન્સર હૉસ્પિટલનાં ડૉક્ટર, પેરામેડિકલ, અન્ય સ્ટાફ સહિત 84 લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ

પ્રતિકાત્મક તસવીર

કોરોનાગ્રસ્ત 84 પોઝિટિવમાંથી અંદાજે 46 લોકો માત્રને માત્ર કેન્સર હોસ્પિટલનાં રેડિયોથેરાપી વિભાગના છે.

    અમદાવાદ : શહેરમાં કોરોના વાયરસનો કહેર સામાન્ય માણસો સુધી જ નથી પરંતુ કોરોના વોરિયર્સમાં પણ સંક્રમણ વધી રહ્યું છે. અસારવા વિસ્તારમાં સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હૉસ્પિટલમાં ડોકટરો, પેરામેડીકલ સ્ટાફ સહિત 84 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાગ્રસ્ત 84 પોઝિટિવમાંથી અંદાજે 46 લોકો માત્રને માત્ર કેન્સર હોસ્પિટલનાં રેડિયોથેરાપી વિભાગનો જેના કારણે ત્યાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને અન્ય સ્ટાફને પણ આ સંક્રમણ થવાની સંભાવના પ્રબળ છે.

    કેન્સર હૉસ્પિટલના સ્ટાફમાં જ પોઝિટિવ કેસો આવતા હૉસ્પિટલ તંત્ર દ્વારા પુરતી તકેદારી રખાઇ ન હતી. હૉસ્પિટલની બિલ્ડિંગને સેનેટાઈઝ કરવામાં આવી ન હતી. આ વિભાગનાં 84 લોકોમાંથી 46 એટલે કે 50 ટકાથી વધુ લોકો રેડિયો થેરાપી વિભાગનાં છે. રેડિયો થેરાપી વિભાગના આ 46 લોકોમાં ડૉકટર, સ્ટાફ નર્સ, કલાર્ક અને સર્વન્ટનો સમાવેશ થાય છે. આ તમામ ડૉકટરો અને સ્ટાફને અલગ અલગ ખાનગી હોટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. મોટા પ્રમાણમાં સ્ટાફ ન હોવાને કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    આ પણ વાંચો - અમદાવાદઃ BRTS બસ સ્ટેન્ડ પાસેથી મળેલી કોરોના દર્દીની લાશ મામલે સોમવારે થશે ખુલાસો

    નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વીસેક દિવસ પહેલા અમદાવાદમાં નોંધતા કોરોનાના દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવા માટે રાખવા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોવિડના દર્દીઓની સારવાર પૂરતા માસ્ક કે હેન્ડગ્લોવ્ઝ કે કીટ વગર કરવામાં આવતા રેડિયોથેરાપી વિભાગમાં નર્સ પહેલા પોઝિટિવ બન્યા હતા. તે બાદ આ સિલસિલો ચાલુ જ રહ્યો તો પણ હૉસ્પિટલ તંત્રની ઊંધ ઉડી નહીં અને સંક્રમિતોનો આંકડો વધીને 84 થયો છે. કોરોનાની ઝપેટમાં કેન્સર હોસ્પિટલમાં શનિવારે એચઆર વિભાગનાં એક હેડ કલાર્કનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

    આ પણ જુઓ - 
    " isDesktop="true" id="982786" >
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, COVID-19, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन