અમદાવાદ : ટીન્ડર એપથી યુવતી સાથે મિત્રતા કરી વેપારી રૂમમાં ગયા, 20 લાખની હનીટ્રેપમાં ફસાયા

અમદાવાદ : ટીન્ડર એપથી યુવતી સાથે મિત્રતા કરી વેપારી રૂમમાં ગયા, 20 લાખની હનીટ્રેપમાં ફસાયા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો, યુવતીએ વેપારીને મળવા બોલાવ્યા બાદ નકલી પોલીસ ત્રાટકી અને પછી જે થયું તે આશ્ચર્યજનક હતું

  • Share this:
અમદાવાદ: શહેરમાં રહેતા એક વેપારીને (Businessman) પત્ની સાથે છૂટાછેડા  (Divorce)થઈ જતા તેઓ પત્ની વિનાનું જીવન જીવતા હતા. ત્યારે સાથે કોઈક હોવા માટે તેઓએ ટીન્ડર એપ્લિકેશન (Tinder application) ડાઉનલોડ કરી હતી. જેમાં તેઓને જાનવી નામની યુવતી (Friendship with girl) સાથે મિત્રતા થઈ હતી. તેને મલ્યા બાદ તેઓ એક ફ્લેટમાં ગયા હતા. જ્યાં જાનવીએ તેનું ટોપ ઉતાર્યું ને એટલા માં જ કેટલાક લોકો ફ્લેટમાં ઘુસી ગયા ને વેપારી હનીટ્રેપનો (Honeytrap) શિકાર બન્યા હોવાનું સામે આવ્યું. ફ્લેટમાં ધસી આવેલામાંથી એક તો નકલી પોલીસ બનીને આવ્યો હતો અને તે પણ અસલી ડ્રેસમાં આવ્યો હતો. જોકે આનંદનગર પોલીસે તેમના વિસ્તારમાંથી પકડી સેટેલાઇટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. આ ગેંગે 20 લાખ રૂપિયા માંગ્યા હતા અને વેપારીને કિડનેપ કર્યો હતો.

ત્યારે વેપારીને હાઇપ્લોગ્લાસમિયા એટેક પણ આવ્યો હતો. જોકે આ કેસમાં સેટેલાઇટ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. બનાવ પહેલાં બન્યો હતો પણ આનંદનગર પોલીસે નકલી પોલીસ પકડયા બાદ સેટેલાઇટ પોલીસે વેપારીને બોલાવી ફરિયાદ નોંધી છે.બોપલ આંબલી રોડ પર રહેતા 41 વર્ષીય વેપારી ફોરેક્સ ટ્રેડિંગનો ધંધો કરે છે. અગિયારેક વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા જોકે ચારેક વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. વેપારીએ તાજેતરમાં જ ટીન્ડર એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.બાદમાં તેઓને જાનવી નામની યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. મેસેજમાં વાતચીત થયા બાદ તેઓ થોડા દિવસ પહેલા એસજી હાઇવે પરના ખેતલાઆપા ટી સ્ટોલ પર મલ્યા હતાં. બાદમાં બીજા દિવસે મળવાનો વાયદો પણ બંને વચ્ચે થયો હતો. બીજા દિવસે મળ્યા અને બાદમાં જાનવી નામની યુવતીએ એકાંત જગ્યા પર જવાનું કહી ગોતા ખાતે તેના ફ્લેટમાં લઈ ગઈ હતી. ત્યાં પહોચી વાતો કર્યા બાદ જાનવી એ પોતાનું ટોપ ઉતાર્યું ને બાદમાં વેપારીને પણ કપડા કાઢવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : સુરત : 'મારા પર દેવું વધી ગયું છે, વ્યાજવાળા દબાણ કરે છે', અંતિમ ચિઠ્ઠી લખી ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર

તે જ સમયે ત્યાં ત્રણેક લોકો ઘુસી આવ્યા ને જાનવી તેમની બહેન થાય છે તેમ કહી વેપારીને માર માર્યો હતો. એક વ્યક્તિ જાનવીને લઈને નીકળી ગયો હતો. જ્યારે યુવરાજસિંહ નામનો વ્યક્તિ ગોતા માં પોલીસ તરીકે નોકરી કરતો હોવાનું કહી રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો. બાદમાં 50 લાખની માંગણી કરી અંતે 20 લાખમાં ડિલ થઈ હતી. આંગડિયા પેઢી થકી રૂપિયા પણ આપી દીધા હતા. જોકે આ બધું પૂર્ણ થયા બાદ વેપારી ઘરે ગયા અને ત્યાં તેમને હાઇપ્લોગ્લાસમિયા એટેક આવ્યો હતો.

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર : પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતનો આપઘાત, સાયલાના ઢેઢૂકી ગામે ઘટી કરૂણાંતિકા

દરમિયાનમાં જાણ થઈ કે આનંદનગર પોલીસે એક સમીર ચારણીયા નામના વ્યક્તિને ડુપ્લીકેટ પોલીસ તરીકે પકડ્યો છે. ત્યાં જઈને જોતા યુવરાજસિંહ બનેલો વ્યક્તિ જ સમીર નીકળ્યો હતો. જેથી વેપારીએ આ મામલે સેટેલાઈટમાં જાનવી, સમીર ચારણીયા અને આશિક દેસાઈ નામના લોકો સામે ખંડની, ધમકી આપી હોવાની, ગોંધી રાખવા જેવી અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
Published by:Jay Mishra
First published:September 19, 2020, 07:19 am