Home /News /madhya-gujarat /

અમદાવાદ: અશ્વગંધાના ધંધામાં પૈસા કમાવાની લ્હાયમાં બિલ્ડરે રૂ. 47 લાખ ગુમાવ્યા!

અમદાવાદ: અશ્વગંધાના ધંધામાં પૈસા કમાવાની લ્હાયમાં બિલ્ડરે રૂ. 47 લાખ ગુમાવ્યા!

આરોપી.

આરોપીએ ફરિયાદીના મેઈલ આઈ.ડી પર એક મેઈલ મોકલ્યો અને અશ્વગંધાના બીજ વેચાણ કરવામાં માટે વેપારીને ભોળવ્યો હોવાની કેફિયત અબ્દુલ કાદિર નામના આરોપીએ કરી છે.

અમદાવાદ: અશ્વગંધાના બીજ (Ashwagandh seeds) વેચાણ કરી નફો રળી લેવાની લાલચ આપી છેતરપિંડી (Cheating) આચરતા એક શખ્સની સાઇબર ક્રાઇમે (Ahmedabad cyber crime) ધરપકડ કરી લીધી છે. આરોપીએ પોતાની ગેંગ સાથે અમદાવાદના બિલ્ડર સાથે રૂપિયા 46.81 લાખની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ ગેંગના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ગેંગે અન્ય કેટલી જગ્યાએ આવા ગુના આચાર્ય છે તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અમદાવાદ સાઇબર ક્રાઇમની કસ્ટડીમાં આવેલા આરોપીનું નામ અબ્દુલ કાદિર કચ્છી છે. અબ્દુલ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. જેની પાસેથી અલગ અલગ છ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આરોપીની મોડેસ ઓપરેન્ડી ઉપર નજર કરીએ તો અલગ અલગ મેઈલ આઈ.ડી અને વિદેશી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી ઔષધિ તથા અશ્વગંધના બીજ ખરીદવાના બહાને તથા પોતાની કંપનીને સપ્લાય કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી અમદાવાદના એક બિલ્ડર પાસેથી 46.81 લાખની છેતરપિંડી આચરી છે. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: દાદાએ પૌત્રની પ્રેમિકાને બનાવી પ્રેગ્નેન્ટ, પૌત્ર દીકરો સમજીને જેને ઊછેરતો હતો તે કાકો નીકળ્યો



આરોપી અબ્દુલ કાદિરની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું છે કે આ ગુનાના અન્ય આરોપીઓ કે જેઓ છેતરપિંડી કરી આંગડિયા મારફતે પોતે રૂપિયા મેળવી પોતાનો 10% હિસ્સો લઈને વધેલી રકમ મુખ્ય આરોપીને દિલ્હી સુધી પહોંચાડતા હતા. આરોપીએ ફરિયાદીના મેઈલ આઈ.ડી પર એક મેઈલ મોકલ્યો અને અશ્વગંધાના બીજ વેચાણ કરવામાં માટે વેપારીને ભોળવ્યો હોવાની કબૂલાત અબ્દુલ કાદિરે કરી છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો? ડિપ્લોમાથી લઈને મેડિકલના અભ્યાસક્રમ માટે મળે છે રૂ. 25,000થી લઈને રૂ. 2,00,00,ની સ્કોલરશીપ


આ ગુનામાં અન્ય બે આરોપી ફરાર છે, જેઓ ફાર્મા કંપનીના કર્મચારી હોવાની ઓળખાણ આપી દિલ્હી ખાતે ફરિયાદી સાથે બેઠક કરી હતી. બેઠક બાદ વધુ 46 પેકેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે અગાઉ પણ મોંઘી ઔષધિ કે પછી આર્યુર્વેદિક તેલ મેળવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગો ઝડપાઇ છે. છતાં અમદાવાદના વધુ એક બિલ્ડર 2,500 ડોલરમાં અશ્વગંધાના બીજ ખરીદી 6000 ડોલરમાં વેચી નફો લેવાનો લાલચમાં પોતાના 46 લાખથી વદારે રકમ ગુમાવી બેઠા છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Ashwagandha, Ayurveda, Builder, CYBER CRIME, અમદાવાદ, ગુનો, ઠગાઇ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन