Home /News /madhya-gujarat /અમદાવાદ: પ્લોટની સ્કીમના નામે બિલ્ડરે ONGCના નિવૃત્ત કર્મીઓને છેતર્યા, જાણો સમગ્ર કૌભાંડ

અમદાવાદ: પ્લોટની સ્કીમના નામે બિલ્ડરે ONGCના નિવૃત્ત કર્મીઓને છેતર્યા, જાણો સમગ્ર કૌભાંડ

ભાવેશ જાની.

રૂચિ નિર્માણ પ્રાઇવેટ લિમિટેડના બિલ્ડર ભાવેશ જાની અને નાનજી બારીયાએ વૃદ્ધોના પૈસા પડાવી લાખોની છેતરપિંડી આચરી.

અમદાવાદ: આશ્રમ રોડ પર જૂની હાઇકોર્ટ પાસે આવેલી રૂચિ નિર્માણ પ્રાઇવેટ લિમિટેડના બિલ્ડર ભાવેશ જાની (Bhavesh Jani) અને તેના આસિસ્ટન્ટ ડિરેક્ટરે સાથે મળીને ONGCના નિવૃત્ત કર્મચારીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી (Cheating) કરી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડર ભાવેશ જાનીએ વૃદ્ધોને બાવળા-બગોદરા હાઇવે પર પ્લોટની સ્કીમ (Plot scheme) બતાવી લાખો રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે વૃદ્ધોએ તેમને બાંધકામ અંગે પૂછતાં ગલ્લાતલ્લા કર્યા હતા. જેથી સ્કીમ અંગે તપાસ કરતા આવી કોઈ સ્કીમ ત્યાં બનાવવામાં જ આવી ન હતી. જમીન અન્ય કોઈના નામે હોવાનું બહાર આવતા ONGCના નિવૃત્ત કર્મચારીઓએ ક્રાઈમ બ્રાન્ચ (Crime branch)માં આ મામલે ફરિયાદ નોંધાવતા બિલ્ડર ભાવેશ જાની અને પાર્ટનર નાનજી બારીયા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ડીકેબિન ખાતે આવેલી તેજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા સોહનલાલ સુથાર ONGCમાંથી નિવૃત્ત થયા છે. ONGC કોલોની ખાતે આવેલા મેડિકલ સ્ટોર ખાતે ઇન્કમટેક્સ પાસે આવેલી રુચિ નિર્માણ પ્રાઇવેટ લિમિટેડના બિલ્ડર ભાવેશ જાની સાથે તેમનો સંપર્ક થયો હતો. ભાવેશ જાનીએ સોહનલાલને બાવળા બગોદરા હાઇવે પર સિક્સલેન પાસે પ્લોટની રહેણાંક મકાનની સ્કીમ મૂકી હોવાનું કહ્યું હતું અને 200 ચોરસ ફૂટ પ્લોટના એક સાથે રૂપિયા આપે તો રૂ. 3.70 લાખ કહ્યા હતા. ઉપરાંત અન્ય આઠથી 10 નિવૃત્ત કર્મચારીઓએ પણ સ્કીમમાં રોકાણ કર્યું હતું. તમામ પૈસા ચૂકવી આપ્યા હતા.

આ પણ વાંચો: 





આ દરમિયાન ભાવેશ જાનીએ રુચિ નિર્માણના નામે રસીદ અને એગ્રીમેન્ટ ફોર એલોટમેન્ટ પણ આપ્યું હતું. આ સિવાય અન્ય લોકોએ પણ રોકાણ કર્યું હતું. ત્રણેક વર્ષ વીતી ગયા છતાં કોઈ જાણકારી ન મળતા ભાવેશ જાનીને સ્કીમ વિશે પૂછતાં પ્રોસેસ ચાલુ છે તેમ જણાવ્યું હતું. બે વર્ષ બાદ પૂછતાં પણ તેણે ગલ્લાતલ્લા કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ બાબતે શંકા જતા લોકોએ રૂબરૂ બાવળા બગોદરા હાઇવે પર સ્કીમ મૂકી હોવાની જગ્યાએ તપાસ કરતા આવી કોઈ સ્કીમનું બોર્ડ જ ન હતું. જમીન અંગે તપાસ કરતા કોઠ મહાજન પેઢીના વહીવટકર્તા શાહ મુકેશકુમાર અને નિતીનકુમારના નામે બોલતી હતી.

આ પણ જુઓ-
" isDesktop="true" id="1057593" >


આ બાબતે બિલ્ડર ભાવેશ જાનીનો ઇન્કમટેક્સ ખાતે આવેલી રુચિ હાઉસ ખાતે ઓફિસનો સંપર્ક કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. વૃદ્ધોએ બિલ્ડર ભાવેશ જાનીના ત્યાં ધક્કા ખાધા હોવા છતાં કોઈ જવાબ આપ્યો ન હતો. વૃદ્ધોના પૈસાથી ભાવેશ જાનીએ ચાંગોદર કેડીલા કંપની પાસે ગ્રીન પ્લાઝા કોમ્પલેક્ષ ઉભું કરી દીધું હતું, એટલું જ નહીં દહેગામ પાસે 20 વીઘા જમીન પણ ખરીદી લીધી હતી. કુલ 31.43 લાખની છેતરપીંડી કરી અન્ય રોકાણકારોના પૈસા પણ પડાવી લીધા હતા. જેથી વૃદ્ધોએ ક્રાઈમ બ્રાન્ચમાં એપ્રિલ 2020માં અરજી કરી હતી. તેના આઠ મહિના બાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Builder, ઓએનજીસી, ક્રાઇમ બ્રાંન્ચ, ગુનો, ઠગાઇ, પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन