અમદાવાદ : પતિના પરસ્ત્રી સાથે સંબંધો હતા, પત્નીએ મોબાઇલમાંથી 500 ફોટો મેળવી પોલીસ ફરિયાદ કરી

News18 Gujarati
Updated: September 21, 2019, 11:42 AM IST
અમદાવાદ : પતિના પરસ્ત્રી સાથે સંબંધો હતા, પત્નીએ મોબાઇલમાંથી 500 ફોટો મેળવી પોલીસ ફરિયાદ કરી
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના (Ahmedabad) ઓઢવ (odhav) વિસ્તારમાં પતિ-પત્ની ઔર વોનો (Extra marital affair) કિસ્સો સામે આવ્યો. પરિણીતાએ પતિના મોબાઇલમાંથી (Mobile) વીડિયો

  • Share this:
નવીન ઝા, અમદાવાદ : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી અને મૂળ રાજસ્થાનની 24 વર્ષીય પરિણીતાએ મહિલા ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ,સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.  ફરિયાદીના કહેવા પ્રમાણે 2016 માં તેના લગ્ન અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતાં લલિત વૈષ્ણવ સાથે થયા હતા. બંનેને સંસારમાં એક પુત્ર પણ છે. લગ્નનના થોડા સમય બાદથી સાસરિયા દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. દરમિયાન પતિનો અન્ય મહિલા સાથે સંબંધ હોવાનું તેના ધ્યાને આવ્યું હતું. પતિના મોબાઇલની તપાસ કરતા તેમાંથી પરસ્ત્રી સાથેની 500 જેટલી તસવીરો મળી આવી હતી જે તેણે મેળવી લીધી હતી. પતિના અન્ય મહિલા સાથેના સંબંધોથી વ્યથિત પરિણીતાએ મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે રિયા નામની એક મહિલા સાથે તેના પતિના આડા સંબંધો હતા. મહિલાએ તેના પતિના મોબાઈલમાંથી બન્નેની વાતચીતની વીડિયો ચૅટ સહિત અનેક ફોટો પણ મળી આવ્યા હતા.

આ પણ વાંચો :  મસાજ પાર્લર કમ ફ્રેન્ડશીપ ક્લબના નામે નવરંગપુરાની મહિલા છેતરાઈ

મહિલાએ આ અંગે પતિ સાથે વાત કરતા પતિએ રીયા સાથે વાત કરવાની બંધ કરી દીધી હતી પરંતુ થોડા સમય બા ફરી એજ હરકતો કરવા લાગ્યો હતો. મહિલાએ આ વાતની જાણ સસરિયાઓને કરી, જોકે, સાસરિયાઓએ પણ સહયોગ નહીં આપી મહિલાને ગાળો બોલી ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. પતિ અને સાસરિયાઓથી કંટાળેલી પરિણીતાએ આખરે પોલીસ મથકનો સહારો લીધો. પોલીસે આ મામલે પતિ-સાસરિયા વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
First published: September 21, 2019, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading