અમદાવાદ : સ્કૂલે ન જતા પુત્રને પોલીસની બીક બતાવી, બાળક ગુમ થતા ખરેખર પોલીસની મદદ લેવી પડી!

News18 Gujarati
Updated: January 25, 2020, 10:52 AM IST
અમદાવાદ : સ્કૂલે ન જતા પુત્રને પોલીસની બીક બતાવી, બાળક ગુમ થતા ખરેખર પોલીસની મદદ લેવી પડી!
પ્રતિકાત્મક તસવીર

માતાપિતાએ સ્કૂલે પુત્ર સ્કૂલે ન જતા તેને ઠપકો આપી પોલીસ બોલાવવાની બીક બતાવી હતી, જે બાદ બાળક ઘરેથી ગુમ થઇ ગયો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરના પોષ વિસ્તારમાં એક એવો કિસ્સો બન્યો છે, જેમાં માતાપિતાએ તેના બાળકને પોલીસ બોલાવવાની વાત કરીને ડર બતાવ્યો હતો. જોકે, હવે ખરેખર પોલીસ બોલાવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. વેજલપુર વિસ્તારમાં રહેતો એક સગીર ચારેક દિવસથી સ્કૂલે ગયો ન હતો અને માતાપિતાએ આપેલા પૈસા ખાવામાં વાપરી નાખ્યા હતા. જેથી માતાપિતાએ સ્કૂલે ન જતા તેને ઠપકો આપી પોલીસ બોલાવવાની બીક બતાવી હતી. માતાપિતાના ડર બાદ બાળક ગુમ થઇ ગયો હતો. જેથી માતાપિતાએ પોલીસને જાણ કરતા હવે પોલીસે બાળકની શોધખોળ હાથ ધરી છે.

વેજલપુરમાં રહેતી 40 વર્ષીય મહિલા એસજી હાઇવે પર એક હૉસ્પિટલમાં નોકરી કરી પતિ અને ત્રણ બાળકો સાથે રહે છે. મહિલાનો પતિ ડ્રાઇવિંગ કરે છે. વાસી ઉત્તરાયણના દિવસે તેના પતિ રાજસ્થાનમાં ગામડે કોઇ કામથી ગયા હતા. ત્યારબાદ પિતા પરત આવ્યા ત્યારે સ્કૂલમાંથી જાણવા મળ્યું કે તેમનો પુત્ર ચારેક દિવસથી સ્કૂલે આવ્યો નથી. જેથી આ પત્નીએ તેના પતિને જાણ કરી હતી.

જે બાદમાં બાળકના પિતાએ કંઇ ન કહેવાની શરતે કાલે વાત કરીશું તેમ કહીને વાત પૂર્ણ કરી હતી. બીજા દિવસે માતાપિતાએ પુત્ર સાથે બેસીને વાત કરી હતી. જે બાદમાં બાળકે જણાવ્યું હતું કે તેણે પૈસા ખાવામાં અને નાસ્તો કરવામાં વાપરી નાખ્યા છે. બાદમાં સ્કૂલે કેમ નથી જતો તે બાબતે પૂછપરછ કરી હતી અને હવેથી સ્કૂલે નહીં જાય તો પોલીસ સ્ટેશન લઈ જશે તેવી બીક બતાવી હતી. જે બાદમાં બાળક ખરેખર ડરી ગયો હતો.

બાદમાં એક દિવસ પછી બાળક ઘરેથી ગુમ થઈ ગયો હતો. જેથી 12 વર્ષના બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાળક ન મળતા તેના પરિવારે પોલીસની સહારો લીધો હતો. પોલીસે આ અંગે અપહરણનો ગુનો નોંધી 12 વર્ષીય બાળકની તપાસ હાથ ધરી છે.
First published: January 25, 2020, 10:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading