અમદાવાદ: સ્કૂલ માફિયાની દાદાગીરી, 'નેતાઓ વેચાયા વાલીઓ છેતરાયા'ના પોસ્ટર સાથે વિરોધ

News18 Gujarati
Updated: April 22, 2018, 1:08 PM IST
અમદાવાદ: સ્કૂલ માફિયાની દાદાગીરી, 'નેતાઓ વેચાયા વાલીઓ છેતરાયા'ના પોસ્ટર સાથે વિરોધ

  • Share this:
અમદાવાદ: શિક્ષણમાં બેફામ ફી વધારાને કારણે રાજ્યભરના વાલીઓ ત્રાસી ગયા છે. અને સ્કૂલ માફિયા તેની મનમાની કરી રહ્યાં છે. કારણ કે સ્કૂલ માફિયાઓ દ્વારા નવું ફીનું માળખુ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને રેલી યોજીની ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

ઘટનાની વિગત અનુસાર ગ્લોબલ મિશન સ્કૂલના વાલીઓએ રેલી યોજીની રસ્તા પર ઉતરી આવ્યા હતા. કારણ કે સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલની ફી 28 હજારથી વધારીને સીધી જ 35 હજાર કરી દેવામાં આવી હતી. જેથી વાલીઓએ ઘુમા ઔડા ગાર્ડનથી બોપલ સુધી રેલી યોજી ચક્કાજામ કર્યો હતો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વાલીઓએ રૂપાણી સરકાર હાય હાયના નારા લગાવી સરકારને આડે હાથ લીધી હતી. આ સાથે જ રૂપાણી સરકારના છાજીયા પણ કુટ્યા હતા. આ રેલીમાં વાલીઓએ પોસ્ટર પર સરકાર વિરોધી સૂત્રો લખીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. ફી રેગ્યુલેશન કમિટી દ્વારા ફી નક્કી કર્યા બાદ પણ વિદ્યાર્થીઓની ફી ઘટવાની જગ્યાએ વધી ગઈ હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.
First published: April 22, 2018
વધુ વાંચો
अगली ख़बर