પંકજ શર્મા, અમદાવાદ : વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચી ગયો છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર તેમજ આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહી વાયરસના સંક્રમણથી બચાવવા અથાગ પ્રયાસ કરી રહી છે. આવી કપરી સ્થિતિમાં કોરોના વાયરસથી બચાવવા સામાજિક સંસ્થા અને સેવાભાગી સંઘ પણ લોકોની મદદ કરવા આગળ આવી રહ્યા છે. અમદાવાદનો બોપલ-ઘુમા વિસ્તારનો એક એક વિસ્તાર સેનિટાઇઝ થઈ રહ્યો છે. આ કામ સરકારની કોઈ પણ મદદ વિના થઈ રહ્યું છે.
બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા અને બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા પ્રજાકીય અને સામાજિક સેવા કરતા મહેશભાઈ પટેલ અને રાકેશભાઈ પટેલે કોરોના વાયરસથી નાગરિકોને બચાવવા અનોખુ અભિયાન શરૂ કર્યુ છે. આ સંઘના કાર્યકર્તાઓ અને સંઘ સાથે સૌરાષ્ટ્ર કડવા પાટિદાર સમાજના યુવાનોની મદદથી સ્વખર્ચે સોસાયટી સેનેટાઈઝ કરવાનું અભિયાન હાથ ધર્યુ છે. એક અઠવાડિયાથી ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા કુલ 50થી વધુ સોસાયટીને સેનિટાઈઝ કરી દીધી છે. જેથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય.

બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા અને બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા પ્રજાકીય અને સામાજિક સેવા કરતા મહેશભાઈ પટેલ અને રાકેશભાઈ પટેલે કોરોના વાયરસથી નાગરિકોને બચાવવા અનોખુ અભિયાન શરૂ કર્યુ છે
આ પણ વાંચો - અમદાવાદ : સોશિયલ મીડિયા પર પોલીસની ખાસ નજર, વધુ 123 એકાઉન્ટને ફ્રીઝ કર્યા
ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. ત્યારે હજુ પણ સતત કેસની સંખ્યા વધી રહી છે એવામાં બોપલ-ઘુમાના નાગરિકોને સંક્રમણથી બચાવવા કોરોના ભગાઓ અભિયાન અંતર્ગત ઠેર ઠેર સોસાયટીઓ અને ગલી-મહોલ્લાને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે.
બોપલના કયા કયા વિસ્તારો સેનેટાઈઝ કરાયા?
વ્રજનંદન બંગ્લોઝ વી-1, વ્રજનંદન બંગ્લોઝ વી-2, બંસરી રેસીડેન્સી, સૌમ્ય બંગ્લોઝ, જલદીપ-3-4, ઋષિલ હોમ્સ, અભિનંદન બંગ્લોઝ સોસાયટી,
બોપલ ઝૂંપડપટ્ટી વિસ્તારો, ઘુમા ગામતળ સમગ્ર સેવા વસ્તી વિસ્તાર, ડીપીએસ સ્કુલ આસપાસનો વિસ્તાર, ગાર્ડન પેરેડાઈઝ સોસાયટી, નોર્થ બોપલ, સન ઓપ્ટિમા, નોર્થ બોપલ, નાનો ઠાકોરવાસ, બોપલ જીઈબી વિસ્તારની 5 સોસાયટીઓ, કબીર એન્કલેવમાં 7 સોસાયટી, સાઉથ બોપલ અને મધ્ય બોપલમાં 10 સોસાયટીઓ, મદન મોહન બંગ્લોઝ, કમલેશ્વર એપાર્ટમેન્ટ, શ્રીવન ફ્લેટ, ભગવતી કૃપા અપાર્ટમેન્ટ, પ્રશાંતિ રો હાઉસ, શગુન અપાર્ટમેન્ટ, યશ રો હાઉસ, પરિક્રમા ફ્લેટ, સુરભી ફ્લેટ, શુભ અપાર્ટમેન્ટ
બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા કુલ 50થી વધુ સોસાયટીઓને અત્યાર સુધી કેમિકલથી સેનિટાઈઝ કરી દેવામાં આવી છે. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં બોપલ-ઘુમા સેવા સંઘના કાર્યકર મહેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે લોકોનો કોરોના મહામારીનો ભય દૂર થાય અને સરકારની મદદ વિના સહિયારા પ્રયાસથી આ કાર્ય ઝડપી બને તે માટે અમે સંઘના સેવાભાવીઓએ આ કાર્ય આરંભ્યુ છે.જેમાં વિવિધ સોસાયટીના નાગરિકોનો પણ ખૂબ સહકાર મળી રહ્યો છે. કોઈ પણ સોસાયટીમાંથી નાગરિકના ફોન આવે એટલે મહેશભાઈ અને તેમની ટીમ સોસાયટી સેનિટાઈઝ કરવા પહોંચી જાય છે. એટલુ જ નહી ઠેર ઠેર સોસાયટીઓના રહીશોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ઘરમાં જ રહેવા માટે અપીલ પણ કરી રહ્યા છે.