અ'વાદ: પોલીસને બુટલેગરોની પત્ની-પુત્રીઓ સાથે હુંફાળા સંબંધ!

News18 Gujarati
Updated: October 7, 2018, 9:02 AM IST
અ'વાદ: પોલીસને બુટલેગરોની પત્ની-પુત્રીઓ સાથે હુંફાળા સંબંધ!
પ્રતિકાત્મક તસવીર

કેટલાંક પોલીસ કર્મીઓનો એવો તો પગ લપસ્યો કે બુટલેગરની બાટલીમાં ફસાઇ ગયા

  • Share this:
રાજ્યમાં દારૂ બંધ હોવા છતાં, દરેક શહેર તાલુકામાં પોલીસની રહેમનજરે મોટાપાયે દારૂના અડ્ડાઓ ધમ ધમતા હોવાના આરોપો તો ઘણી વખત સાંભળવામાં આવે છે, પરંતુ આ વખતે તો ખાખી પર લાગ્યો છે મોટો દાગ. એક સામાજિક કાર્યકરે ખાખીના ખરવૈયાઓની પોલ ખોલવા ઊંડી તપાસ હાથ ધરી, તો તેના હાથમાં આવ્યા પોલીસ અને બુટલેગરોની પત્ની અને પુત્રીઓના પ્રેમ સંબંધના પુરાવા.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક સામાજિક કાર્યકરે પોલીસનો સોશિયલ પ્રેમ હવે જગ જાહેર કર્યો છે. અમારે આ અહેવાલ એટલે પ્રસારિત કરવો પડ્યો છે કારણ કે, એક બે નહી પરંતુ 21 જેટ્લા પોલીસ કર્મચારીઓ પર આ આરોપ લાગ્યો છે. આરોપ છે કે, પોલીસને કેટલાંક બુટલેગરોની પત્નીઓ અને પુત્રીઓ સાથે હૂંફાળા સબંધો છે.

આમ તો પોલીસ અને બુટલેગર વચ્ચે્ છત્રીસનો આંકડો હોય છે, પણ કેટલાંક કિસ્સા એવા સામે આવ્યા જેમાં પોલીસને રૂપિયા પણ મળે છે અને સાથે હૂંફાળા સબંધોનો પ્રેમ પણ. આને તમે હનીટ્રેપ સાથે તો ન સરખાવી શકો, પરંતુ કેટલાંક પોલીસ કર્મીઓનો એવો તો પગ લપસ્યો કે બુટલેગરની બાટલીમાં ફસાઇ ગયા.

આખરે એવો તો શું થયું કે ઇશ્કબાજીમાં પોલીસકર્મચારીઓએ સોશિયલ મીડિયામાં બુટલેગરની પુત્રી કે પત્નીને ફ્રેન્ડ બનાવી. તેમની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવી કે મોકલવામાં આવી. પોલીસનું કામ આમતો દારૂબંધીનો અમલ કરાવવાનો છે. પરંતુ અહીં તો મામલો કંઇક જુદો જ નિકળ્યો.

આપને થશે કે આ વાતમાં કેટલી સત્યતા છે? વાત બહાર બહાર આવી કે્વી રીતે ? તો તમને જણાવી દઈએ કે, એક સામાજિક કાર્યકરે ખાખીના ખૈરખાઓની પોલ ખોલવા ઉંડી તપાસ આદરી હતી. આ કાર્યકરે પોલીસના પ્રેમ સંબંધના પુરાવા એકઠા કર્યા, અને આ પુરાવાના દસ્તાવેજો સોંપી દિધા અમદાવાદ ઝોન-5ના ડીસીપી હિમકરસિંહને.

હવે ડીસીપીએ આ મુદ્દે કડક તપાસના આદેશ આપી દીધા છે. આદેશ છે કે શોધી કાઢો એ પોલીસ કર્મચારીઓની ગતિવિધીઓને જેઓ કાયદો વ્યવસ્થાને સંભાળવાને બદલે પડી ગયા છે બુટલેગરોની પત્ની અને પુત્રીઓના પ્રેમમાં. આવા 21 જેટલા પોલીસ કર્મચારીઓ કાળી કરતૂતો હવે રડારમાં છે. સવાલ એ છે કે બુટલેગરોની પુત્રી કે પત્નીના નંબર આવા પોલીસકર્મચારીઓ પાસે આવ્યા કેવી રીતે? શું દારૂની રેડ દરમ્યાન પોલીસ કર્મચારીઓએ નંબર લીધા, કે પછી બુટલેગરોને કોઇ આંચ ન આવે તે માટે આ મહિલાઓ કે યુવતિઓ પોલીસના તાબે થઇ ગઇ? આ બધા પ્રશ્નોના જવાબ તો હવે તપાસ બાદ જ બહાર આવશે. અને જો તપાસમાં પોલીસ કર્મીઓના આરોપ સિદ્ધ થશે તો તેમના સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો હવે સમય જ બતાવશે.
First published: October 6, 2018, 10:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading