અમદાવાદઃ પોલીસની રાયફલ સાથે ફોટો પડાવવું બુટલેગરને ભારે પડ્યું, દારૂના કેસ બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ


Updated: July 9, 2020, 9:43 PM IST
અમદાવાદઃ પોલીસની રાયફલ સાથે ફોટો પડાવવું બુટલેગરને ભારે પડ્યું, દારૂના કેસ બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ
આરોપીનો ફોટો

નરોડા પોલીસ સ્ટેશનના વોન્ટેડ કમલ ઉર્ફે સાબરમતી સામે વધુ એક ગુનો નોંધાયો. આરોપીએ પોતાના પોલીસમીત્રની રાયફલ સાથે ફોટો પડાવીને ફેસબુક ઉપર મૂક્યો હતો.

  • Share this:
અમદાવાદ: શહેરના ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્માની સ્ક્વોડે એક એવા આરોપીને ઝડપી પાડ્યો છે. જેને ચારેક વર્ષ પહેલા પોલીસની રાયફલ સાથે ફોટો પડાવી ફેસબુક પર મુકવો ભારે પડ્યો છે. હકીકતમાં આ આરોપી પ્રોહીબિશનનો વોન્ટેડ આરોપી (Wanted accused) હતો પણ પૂછપરછમાં નવી જ હકીકત સામે આવતા તેની સામે વધુ એક ગુનો નોંધાયો છે.

ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા ની સ્ક્વોડના પોલીસકર્મીઓ ચાંદખેડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી મિલકત સંબંધી ગુના ના આરોપીઓ શોધવા માટે સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે નરોડા પોલીસ સ્ટેશનનો (Naroda police station) એક ગુનેગાર પકડાવવાનો બાકી છે. આ વ્યક્તિ સામે પ્રોહીબિશનનો કેસ હતો. જેથી પોલીસ બાતમીના આધારે ચાંદખેડા કેના બંગલો પાસે પહોંચી હતી.

પોલીસને જે કાર નંબર મળ્યો હતો તે કાર પણ ત્યાં હતી. જેથી પોલીસે આરોપી કમલ ઉર્ફે સાબરમતી નંદવાણીની ત્યાંથી ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ કોરોનાના કહેર વચ્ચે લક્ઝુરિયસ માસ્કની માંગ વધી, જ્વેલર્સ દ્વારા બનાવ્યા ખાસ ડાયમંડના માસ્ક, જુઓ તસવીરો

પણ પોલીસની તપાસમાં નવી જ હકીકત સામે આવી હતી. આરોપી કમલ ઉર્ફે સાબરમતી એ વર્ષ 2017માં એક રાયફલ સાથે ફોટો ફેસબુકમાં અપલોડ કર્યો હતો. જે બાબતની હકીકત માટે પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે વર્ષ 1998 માં બરોડામાં રહેતો હતો ત્યારે તેને નીતિન સાથે મિત્રતા થઈ હતી. બાદમાં વર્ષ 2003માં કમલ અમદાવાદ શિફ્ટ થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-અનોખા લગ્નઃ એક મંડપમાં એક દુલ્હાએ બે દુલ્હન સાથે લીધા ફેરા, એક સાથે લવ મેરેજ તો બીજી સાથે અરેન્જ મેરેજઆ પણ વાંચોઃ-સુરતની હૃદયદ્રાવક ઘટના: અકસ્માતમાં પુત્રના મોતના સમાચાર બાદ પુત્ર વિયોગમાં માતાનું મોત

ચારેક વર્ષ પહેલા તેનો મિત્ર નીતિન શાહ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે તે જુહાપુરા કોઈ આરોપીને લઈને આવ્યો હતો. જેથી કમલ તેને મળવા ગયો હતો. ત્યાં તેની સાથે અન્ય બે પોલીસકર્મી પણ હાજર હતા. કમલના મિત્ર નિતીનને કુદરતી હાજતે જવાનું થતા તેણે પોતાની રાયફલ કમલને સાચવવા આપી હતી. દરમિયાનમાં કોઈ પાસે કમલે ફોટો પડાવી ફેસબુક પર અપલોડ કર્યો હતો.

આ કબુલાતના આધારે પહેલા ઝોન 2 સ્ક્વોડે આરોપીને નરોડા પોલીસને સોંપ્યો હતો અને બાદમાં તેની સામે હથિયાર ધારા મુજબ વેજલપુર પોલીસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Published by: ankit patel
First published: July 9, 2020, 9:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading