Home /News /madhya-gujarat /

Ahmedabad: રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabad: રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગ લાગ્યા બાદ થયો બ્લાસ્ટ, ફાયરબ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે

આગ લાગ્યા બાદ દુકાનની અંદર ભયંકર બ્લાસ્ટ પણ થયો હતો

Ahmedabad Raipur Bhajiya House Fire: અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે ભીષણ આગ લાગી છે. ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

    અમદાવાદ શહેરના ખોખરા સર્કલ પાસે ભીષણ આગ લાગી છે. ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ એટલી ઝડપી પ્રસરી રહી છે કે, આજુબાજુની દુકાનો સહિત દુકોનાની ઉપર લાગેલા હોર્ડિંગ્સ પણ બળીને ખાખ થઇ ગયા છે. આગ લાગી હોવાનો ફાયરબ્રિગેડને કોલ મળતાં 4 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે. જોકે આ ઘટનામાં આગ લાગ્યા બાદ દુકાનની અંદર ખુબ જ ભયાનક બ્લાસ્ટ પણ થયો હતો.



    પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવદ શહેરના ભરચક વિસ્તાર ખોખરા સર્કલ પર આવેલી રાયપુર ભજીયા હાઉસ નામની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આગ લાગ્યા બાદ આજુબાજુમાં આવેલી 4 થી 5 દુકાનો પણ આગની લપેટમાં આવી ગઈ છે. ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ લેવાનો પ્રયત્નો શરૂ કર્યા છે.

    આ પણ વાંચો- Ahmedabad Art News: આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત થશે કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ, અહીં ભરવી પડશે વિગત

    આગ લાગતા જ લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા, જેના કારણે ખોખરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભીડને હટાવી હતી જેથી ફાયર વિભાગની ટીમ પોતાનુ કામ કરી શકે. હાલ ફાયર ફાઈટરની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાના લાઇવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતા થઇ રહ્યા છે. ત્યાં જ આ આગ કેવી રીતે લાગી તે વિશ કોઇ જાણકારી સામે આવી શકી નથી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad fire, Ahmedabad fire fighters, Gujarati news, Khokhra, Raipur

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन