અમદાવાદ : ભુવા પાસે એકનાં દસ કરાવવામાં શિક્ષકે 10 લાખ રૂપિયા ગુમાવ્યાં

અમદાવાદ : ભુવા પાસે એકનાં દસ કરાવવામાં શિક્ષકે 10 લાખ રૂપિયા ગુમાવ્યાં
કાલિયાનો શિકાર બની ચૂકેલી એક મહિલા કહે છે કે જ્યારે તે પ્રાણીસંગ્રહાલયે ગઇ હતી તો ખાવાનું આપતી વખતે વાનરે ફરી તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેનું કહેવું છે કે આ વાનરને આજીવન કેદ મળી છે તો તે હવે કોઇને નુક્શાન નહીં પહોંચાડી શકે. જો કે આ વાનરની ક્રિમિનલ હિસ્ટ્રીની વાત કરીએ તો પણ ખાસી હેરાન કરી દે તેવી છે. યુપીના મિર્ઝાપુરમાં આ કાલિયા નામનો વાનર તાંત્રિક સાખે રહેતો હતો. અને તેને દારૂની પણ આદત હતી. જે તાંત્રિક તેને પીવડાવતો હતો. તાંત્રિકની મોત પછી આ વાનર મહિલાઓ અને નાના બાળકોને પરેશાન કરવા લાગ્યો. અને આ રેકોર્ડ મુજબ તેણે અત્યાર સુધીમાં 250 મહિલાઓને પોતાનો શિકાર બનાવ્યો છે. જેમાં એક બાળકીની હત્યા પણ સામેલ છે. (પ્રતિકાત્મક તસવીર)

શિક્ષકને વિશ્વાસ આવી ગયો હતો કે આ માણસ દસ ગણાં રૂપિયા કરી આપે છે.

 • Share this:
  અમદાવાદ : નવા નરોડામાં રહેતા હિમાંશુ ત્રિપાઠીને 10 ગણાં નાણાં કરી આપવાની વિધિનાં બહાને કઠવાડાનાં ભુવાએ 10 લાખ રૂપિયાનો ચુનો લગાવ્યો છે. આ અંગે ક્રાઇમ બ્રાંચમાં કઠવાડાનાં ભુવા અર્જુન સોલંકી, દશરથ પ્રજાપતિ, ચિરાગ પ્રજાપતિ અને સિકંદર સામે આ અંગેની ફરિયાદ નોંધવી છે.

  આ એક ચોંકાવનારો અને આવા લોકોથી દૂર રહેવાનું કહેતો લાલબત્તી સમાન કિસ્સો છે. શહેરનાં નવા નરોડામાં રહેતા શિક્ષક હિમાંશુ ત્રીપાઠી દોઢ માસ પહેલા નાના ચિલોડા ચા પીવા ઊભો હતો. તે દરમિયાન દશરથ પ્રજાપતિ સાથે પરિચય થયો હતો. દશરથે શિક્ષકનો વિશ્વાસ જીતીને ભુવા અર્જુન સોલંકીની વાત કરતા જણાવ્યું હતું કે તેઓ એકનાં 10 ગણાં રુપિયા કરી આપે છે. થોડા દિવસ પછી તેઓ બંન્ને ભુવાને મળવા ગયા હતાં. જે દરમિયાન અર્જુન સોલંકી એક મકાનમાં લઇ જઇ કહ્યું હતું કે, તમને વિધિ કરીને એકના દસ ગણાં રૂપિયા કરી બતાવાનું કહ્યું. એક સિગરેટ સળગાવી બંધ રૂમમાં મૂકી 10 મિનિટ બાદ એ રૂમમાં શિક્ષકને લઇ ગયા સિગારેટ પાસે નાણાંનો ઢગલો થઇ ગયો હતો. તે જોઇને શિક્ષકને વિશ્વાસ આવી ગયો હતો કે આ માણસ દસ ગણાં રૂપિયા કરી આપે છે.  આ પણ વાંચો : અરવલ્લીમાં ઝાડ પર લટકતી યુવતીની લાશ અંગે પરિવારનો આક્રોશ, પહેલા ફરિયાદ નોંધો પછી જ PM થશે

  જે પછી હિમાંશુએ ગમે ત્યાંથી 10 લાખ રૂપિયા ભેગા કરીને ભુવાને આપ્યા હતાં. ત્યારે ભુવાએ કહ્યું હતું કે પૈસા ભરવા માટે એક પતરાની પેટી જોઇશે. હિમાંશુએ તે પણ આપી હતી. ભુવા શિક્ષકને રૂમમાં લઇ જઇ સિગારેટ સળગાવી પતરાની પેટીમાં 10 લાખ મૂકી બહાર લઇને આવ્યા હતાં. થોડીવાર બાદ બંન્ને પતરાની પેટી બહાર લઇને આવ્યા હતાં. ત્યારે ભુવાએ શિક્ષકને જણાવ્યું હતું કે, ઘરે ગયા બાદ મને ફોન કરીને જ પેટી ખોલજો, નહીં તો વિધિ કામ નહી કરે. જેથી હિમાંશુભાઇ ઘરે ગયા અને ફોન કર્યો. જેમાં ભુવાએ કહ્યું કે, વિધી બગડી ગઇ છે તમે એ પેટી વહેતા પાણીમાં પધરાવી દેજો. ફરીવાર આપણે વિધી કરવી પડશે.

  આ પણ વાંચો : સુરત: પિતાએ ઉછીના લીધેલા 5000 બદલામાં 13 વર્ષની દીકરી પર 6 લોકો દ્વારા ગેંગરેપ

  વાત માનીને શિક્ષકે પેટી પાણીમાં પધરાવી દીધી. જે બાદ પોતાના 10 લાખ રૂપિયા પાછા લેવા માટે અવારનવાર ફોન કર્યા પરંતુ દરેક વખતે ગલ્લા તલ્લામાં જવાબ આપ્યાં હતાં. દશરથે પણ હિમાંશુને જણાવ્યું હતું કે, ફરીથી વિધિ કરવી પડશે એના માટે બીજા બે લાખ જોઇશે.
  Published by:Kaushal Pancholi
  First published:January 06, 2020, 11:49 am