ભેંસે ભારે કરી! અમદાવાદઃ એક્ટિવા સાથે ભેંસ ભટકાઈ, મહિલા ચાલક થઈ ઈજાગ્રસ્ત, પશુપાલક સામે નોંધાવી ફરિયાદ

ભેંસે ભારે કરી! અમદાવાદઃ એક્ટિવા સાથે ભેંસ ભટકાઈ, મહિલા ચાલક થઈ ઈજાગ્રસ્ત, પશુપાલક સામે નોંધાવી ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

અનિલ ભરવાડે ભેંસને હંકારવા માટે ભેંસને લાકડી મારી હતી. જેથી ભેંસ ચમકીને દોડવા લાગી હતી અને એક્ટિવા ચલાવીને આવી રહેલી મહિલાને અથડાઈ હતી.

  • Share this:
અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ તો યથાવત છે અને રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. જોકે, એક ભેંસના કારણે એક્ટિવા ચાલકનો જીવ જોખમમાં મૂક્યો હોવાની ઘટના બની હતી. શહેરના ચાંદખેડા (chandkheda) વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો (OMG Incident) સામે આવ્યો છે. પશુપાલકે ભેંસને (Buffalo) લાકડી મારતા ભેંસ દોડવા લાગી હતી. અને એક્ટિવા ચાલકને (Buffalo hit activa) અથડાતા એક્ટિવા ચાલક મહિલા રોડ પર પટકાઈ હતી. અને તેને ઈજા થતાં તેણે પશુપાલક સામે ફરિયાદ દાખલ કરાવી છે.

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન આજે શુક્રવારે સવારે તેઓને બ્યુટી પાર્લર પર જઈ રહ્યા હતા. તે દરમિયાન રામાપીરના મંદિર પાસે પહોંચતા જ સામેથી અનિલ ભરવાડ નામના પશુપાલક હાથમાં લાકડી લઈને ભેંસને આવી રહ્યો હતો.



અનિલ ભરવાડે ભેંસને હંકારવા માટે ભેંસને લાકડી મારી હતી. જેથી ભેંચ ચમકીને દોડવા લાગી હતી. દોડતા દોડતા ભેંસ એક એક્ટિવા ચલાવીને આવી રહેલી મહિલાને અથડાઈ હતી.અચાનક ભેંસ એક્ટિવા ચાલકને અથડાતા ચાલક મહિલા નીચે પટકાઈ હતી. રોડ ઉપર નીચે પટકાવવાના કારણે મહિલાના પગના ભાગે અને હથેળીના ભાગે ઈજા પહોંચી હતી.

આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ કર્મીની પત્નીનો ફાંસો ખાઈ આપઘાત, નવું મકાન લેવા અંગે પતિ-પત્ની વચ્ચે હતા અબોલા

આ પણ વાંચોઃ-Navratri 2020: નવરાત્રી શરુ થયા પહેલા કરી લો આ 8 કામ, માતાજી થશે પ્રસન્ન!

જેથી મહિલાએ આ પશુપાલકને જાહેર રોડ પર કેમ બીજાના જીવને જોખમ થાય તે રીતે ભેંસ હંકારી રહ્યા છો.  તેમ કહેતા પશુપાલકે કહેલું કે મુંગુ પ્રાણી છે. અને ચમકી ગયેલું છે. તેમ કહી તે ત્યાંથી ચાલ્યા ગયા હતા.  બાદમાં મહિલાએ સારવાર કર્યા બાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે મહિલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ-પતિએ ક્રૂરતાની હદ વટાવીઃ પત્ની-પુત્રીની કરી હત્યા, લાશોના ટૂકડા બોરામાં ભરી 24 કલાક સુધી રાખ્યા ઘરમાં

જોકે આ અગાઉ પણ શહેરમાં અનેક જગ્યાએ રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળ્યો છે. અને અનેક વખત અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે. છતાં પણ કોર્પોરેશન દ્વારા આવા ઢોરના માલિકો સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી.



જ્યારે પણ આવા બનાવો સામે આવે છે ત્યારે કોર્પોરેશન દ્વારા દેખાડા રૂપ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું કોર્પોરેશનના અધિકારીઓ હજી પણ કોઈ ગંભીર બનાવની રાહ જોઈ રહ્યા છે. આ પ્રકારના બનાવવામાં કોઇ નિર્દોષ વ્યક્તિનો જીવ જશે તો તેના માટે જવાબદાર કોણ?
Published by:ankit patel
First published:October 16, 2020, 22:14 pm

ટૉપ ન્યૂઝ