Home /News /madhya-gujarat /અમદાવાદ: બાયસેક્સ્યુઅલ ડૉ. પતિ પત્ની પર આચરતો દુષ્કર્મ, અન્ય ઘણી મહિલા અને પુરુષો સાથે છે શારીરિક સંબંધ

અમદાવાદ: બાયસેક્સ્યુઅલ ડૉ. પતિ પત્ની પર આચરતો દુષ્કર્મ, અન્ય ઘણી મહિલા અને પુરુષો સાથે છે શારીરિક સંબંધ

બાયો સેક્સુઅલ ડોક્ટરનો પત્નીને ત્રાસ (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad Crime News: સ્ટાફની અન્ય યુવતીઓ સાથે પત્નીની હાજરીમાં જ સંબંધ બાંધતો હતો. પતિ બાયોસેક્સ્ક્યુલ હોવાનું કહી આ રીતે ત્રાસ આપતો માર મારતો અને બાળકને મારી નાખવા સહિતની ધમકીઓ આપતો હતો. ત્યારે આ બળાત્કાર કેસમાં જ્યારે મહિલા હોસ્પિટલમાં મેડિકલ માટે ગઈ ત્યારે તેના પતિએ બે લાખની ચોરી કરી હતી. પતિ પત્નીના ઝગડામાં એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ ત્રણ ફરિયાદ એકબીજા સામે થતા પોલીસ પણ ઘુચવાઈ ગઈ છે.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી આંખની હોસ્પિટલમાંથી ચોરી થતા ડોકટરે તેની જ પત્ની સામે થોડા દિવસ પહેલા ફરિયાદ નોંધાવી છે. બન્યું હતું એવું કે એક દિવસ પત્ની સાથે શંકાઓ રાખતી હોવાથી ડોકટર પતિને ઝગડો થતા તે ઘરેથી નીકળી ગયા અને બાદમાં બીજા દિવસે તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં અંદર જઈને જોતા અમુક વસ્તુઓ ગાયબ હતી. જેથી બીજી ચાવી સામેની દુકાન માં રાખતા હોવાથી ત્યાં પૂછતાં તેમની જ પત્ની આવી અને હોસ્પિટલ ખોલી અંદર ગઈ હોવાનું જણાવતા ડોકટર પતિને પત્ની પર શંકા જતા તેની સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે પત્નીએ પણ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેનો પતિ પોલીસમાં ઓળખાણ હોવાનું કહી અનેક હોટલોમાં અને તેની જ હોસ્પિટલમા લઈ જઈ તેના મિત્ર સાથે આવી બળાત્કાર ગુજારતો અને તેનો મિત્ર તેના વિડીયો પણ બનાવતો હતો. તેને સંબંધ બાંધવા દબાણ કરતો હતો. હોસ્પિટલમાં પણ ઓપરેશન થિયેટરમાં લઇ જઇ પતિ રેપ કરતો હતો

સ્ટાફની અન્ય યુવતીઓ સાથે પત્નીની હાજરીમાં જ સંબંધ બાંધતો હતો. પતિ બાયોસેક્સ્ક્યુલ હોવાનું કહી આ રીતે ત્રાસ આપતો માર મારતો અને બાળકને મારી નાખવા સહિતની ધમકીઓ આપતો હતો. ત્યારે આ બળાત્કાર કેસમાં જ્યારે મહિલા હોસ્પિટલમાં મેડિકલ માટે ગઈ ત્યારે તેના પતિએ બે લાખની ચોરી કરી હતી અને એક વ્યક્તિએ આ મહિલાને ઘર ખાલી કરવાની ધમકી પણ આપી હતી. પતિ પત્નીના ઝગડામાં એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ ત્રણ ફરિયાદ એકબીજા સામે થતા પોલીસ પણ ઘુચવાઈ ગઈ છે.

પૂર્વ વિસ્તારનાં એક પોલીસસ્ટેશનમાં થયેલી પહેલી ફરિયાદ મુજબ નવાં નરોડામાં રહેતા 32 વર્ષીય ડોકટર પત્ની અને પુત્ર સાથે રહે છે. તેઓ પૂર્વ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે. ગત રવિવારનાં દિવસે તેઓ બપોરે હોસ્પિટલ બંધ કરી ઘરે ગયા હતા. ત્યારે તેઓને પત્ની શંકા રાખતી હોવાથી તે મામલે ઝઘડો થયો હતો. ઝઘડો ન વધે એ માટે ડોકટર પતિ ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે પેશન્ટનાં કામથી સવારે હોસ્પિટલમાં ગયા હતા.

આ સમયે હોસ્પિટલ ખોલી ત્યારે સામે આવ્યું કે, અહીંથી અમુક વસ્તુઓ ગાયબ હતી. જોયું તો ડીવીઆર,  સ્ક્રીન, મશીન અને ચેકબુક ગાયબ હતા. જેથી બીજી ચાવી સામેની દુકાનમાં રહેતી હોવાથી ત્યાં જઈને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે ડોક્ટરની પત્ની આવી હતી. અને બીજી ચાવી લઈને તે અંદર ગઇ હતી. જેથી ડોકટર પતિને પત્ની પર જ શંકા જતા 3.20 લાખની વસ્તુઓ ચોરી થવા મામલે તેઓએ પત્ની સામે જ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જ્યારે બીજી ફરિયાદમાં આક્ષેપ એવા કરાયા કે આ જ યુવતીએ તેના પતિ, પતિનાં મિત્ર સહિત સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીનાં પહેલા એક લગ્ન થયા હતા અને બાદમાં બીજા લગ્ન આ ડોકટર સાથે થયા હતા. તેનો હાલનો પતિ તેના મિત્ર સાથે આ યુવતીને એક વર્ષમાં અલગ અલગ 10 હોટલોમાં લઈ જઈ બાયોસેક્સ્ક્યુલ હોવાનું કહી બળાત્કાર ગુજારતો અને તેના અનેક પુરુષો સ્ત્રીઓ સાથે સબંધ હોવાનું જણાવતો હતો. પતિનો મિત્ર શારીરિક સંબંધના વિડીયો બનાવતા તે ડીલીટ કરવા કહેતા તેને ધમકી આપતો હતો. અને સાસરિયાઓ પણ દહેજ માટે ત્રાસ આપતા હતા.

યુવતીનાં પતિએ જબરદસ્તી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો અને પહેલા પતિથી થયેલા દીકરાને મારી નાખવાની કિડનેપ કરાવવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં તેને હોસ્પિટલમાં લઈ જઈ ઓટીનું, કચરા પોતું જેવા કામ કરાવતો અને પત્ની સામે જ સ્ટાફની અન્ય યુવતીઓ સાથે શારિરિક સંબંધ બાંધતો હતો. આટલું જ નહીં હોસ્પિટલમાં પણ યુવતી સાથે તેના પતિએ શારીરિક સંબંધ બાંધી તે વિડીયો સીસીટીવી ફૂટેજ મોબાઈલમાં લઈ લીધા હતા. તે ડીલીટ કરવાનું કહે તો તેને માર મારતો હતો. અગાઉ પણ યુવતીએ તેના પતિ સામે ફરિયાદ કરી હતી પણ પોલીસમાં ઓળખાણ હોવાનો રોફ જમાવી આ જ ત્રાસ યથાવત રાખતા ફરી એક વાર પોલીસે બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ત્રીજી ફરિયાદ પ્રમાણે પ્રાપ્ત માહિતી અનુસાર બળાત્કારની ફરીયાદ નોંધાવ્યા બાદ યુવતી મેડિકલ માટે સિવિલ ગઈ હતી. બાદમાં પરત આવતા ઘરમાં બધું વેરવિખેર પડ્યું હતું. ત્યારે સામેના મકાનમાં કારીગરો ને પૂછતાં તેનો જ પતિ ઘરે આવ્યો હોવાનું જણાવતા સિક્યોરીટી ગાર્ડ સાથે યુવતીએ વાત કરતા તેણે અન્ય શખ્સ સાથે આવી તમે અહીં કેમ આવ્યા ઘર ખાલી કરીને જતા રહેવાનું કહ્યું હતું. અને બાદમાં ઘર ખાલી કરી નાખો નહિ તો મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.

બાદમાં યુવતીએ ઘરમાં જોયું તો તેના અને પુત્રનાં ડોક્યુમેન્ટ ગાયબ હતા. આટલું જ નહીં બે લાખના દાગીના પણ ગાયબ હતા. જેથી યુવતીએ અગાઉ પતિ સામે બળાત્કાર ની ફરિયાદ બાદ હવે પતિ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેમાં જ અન્ય ત્રણ લોકો સામે ધમકી આપી હોવાની પણ ફરિયાદ નોંધાવી છે. જ્યારે પતિએ જ પત્ની સામે ચોરીની કરેલી ફરિયાદની પણ પોલીસ તપાસ કરી રહી છે. પણ એક જ દંપતી વચ્ચેની બબાલમાં એક બાદ એક ત્રીજી ફરિયાદ થતા પોલીસ પણ મુંજવણ માં મુકાઈ ગઈ છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedabad Bisexual Doctor, Ahmedabad police, Crime news, Doctor torture and raped wife, અમદાવાદ ક્રાઇમ