Home /News /madhya-gujarat /

લોન આપવાની લાલચે અમદાવાદની મહિલાએ 40થી વધુ લોકોને ઠગી લીધા

લોન આપવાની લાલચે અમદાવાદની મહિલાએ 40થી વધુ લોકોને ઠગી લીધા

આ મહિલા વાજપેયી બેંકેબલ યોજના અંતર્ગત 30 ટકા સબસિડીવાળી લોન આપવાની લાલચ આપતી હતી.

આ મહિલા વાજપેયી બેંકેબલ યોજના અંતર્ગત 30 ટકા સબસિડીવાળી લોન આપવાની લાલચ આપતી હતી.

    હર્મેશ સુખડિયા, અમદાવાદ : લોન આપવાની લાલચ આપીને મહિલાએ 42થી વધુ લોકો પાસેથી રૂપિયા 4.75 લાખથી વધારેની રકમની ઠગાઇ કરી છે. આ મહિલા વાજપેયી બેંકેબલ યોજના અંતર્ગત 30 ટકા સબસિડીવાળી લોન આપવાની લાલચ આપતી હતી. આ ઠગાઇની ફરિયાદ ગોમતીપુર અને બાપુનગર પોલીસ મથકમાં નોંધાઇ હતી. આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

    શહેરનાં ગોમતીપુર સત્યમ ફ્લેટમાં રહેતા 28 વર્ષનાં રિક્ષાચાલક સતીષ કાપડિયાએ ગોમતીપુર પોલીસમાં આયેશા નામની મહિલા સામે લોનની લાલચ આપી 1.95 લાખની ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે મજૂરી કરતા 35 વર્ષનાં મહેશ વાઘેલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં આયશા સામે 28 લોકોના રૂ. 2.80 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

    આ પણ વાંચો : 'વાહનનાં હપ્તા બાકી છે' કહીને ગઠિયાઓ એક્ટિવા લઇને થયા રફૂચક્કર

    ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સતીષ નામના વ્યક્તિએ નોંધાવેલ ફરિયાદમાં જમાવ્યું હતું કે, 'મને પાંચ મહિના પહેલા પૈસાની જરૂર હતી જેથી મારી બહેને આયશા સાથે સંપર્ક કરાવ્યો હતો. બહેને કહ્યું હતું કે આયશા 30 ટકા સબસિડીવાળી કોઇ લોન અપાવે છે. જે બાદ આયશાએ અમને વાજપેયી બેંકેબલ યોજના અંગે સમજાવ્યું હતું. જે માટે મારે 10 સભ્ય તૈયાર કરવાની વાત કરી હતી. તેણે લાલચ આપતા કહ્યું હતું કે 10 જણનાં ફોર્મ અને કોટેશનનાં પૈસાનું કલેક્શન કરી આપીશ તો 1 મહિનામાં 3 લાખનો ચેક મળી જશે. જેથી મારા ફોર્મનાં 700 અને 14 લોકોનાં 1.40 લાખ રૂપિયા લઇને આયશાને આપ્યાં હતાં. જે બાદ બધાને ગાંધીનગર ઉદ્યોગ ભવન બોલાવ્યાં હતાં પરંતુ તે આવી ન હતી.'

    આ પણ વાંચો : દિવ્યાંગોને મફતમાં ચારધામની યાત્રા કરાવવાનું કહી લાખોની ઠગાઈ

    જે બાદ મહિલા સતીષ સાથે સંપર્કમાં રહેતા તેણે અન્ય 6 લોકોનાં મળીને 65000 રૂપિયા લઇને તેને બોલાવ્યો હતો. ત્યારે આયશાએ તે રૂપિયા પણ લઇ લીધા અને કહ્યું કે અહીં જ ઉભા રહો હું એક જણનાં પૈસા લઇને આવું છું. જે બાદ તેનો ફોન પણ બંધ કરી દીધો હતો. આ ઘટના પછી સતીષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા આયશાની ધરપકડ કરી લેવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bank, Loan, અમદાવાદ, ગુજરાત, ઠગાઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन