IIMનો મેનેજમેન્ટ કોર્સ કર્યા વગર અમદાવાદની આ સોસાયટીએ ઉભુ કર્યું બેસ્ટ મેનેજમેન્ટ


Updated: May 23, 2020, 8:57 PM IST
IIMનો મેનેજમેન્ટ કોર્સ કર્યા વગર અમદાવાદની આ સોસાયટીએ ઉભુ કર્યું બેસ્ટ મેનેજમેન્ટ
IIMનો મેનેજમેન્ટ કોર્સ કર્યા વગર અમદાવાદની આ સોસાયટીએ ઉભુ કર્યું બેસ્ટ મેનેજમેન્ટ

અમદાવાદની ગોતા વિસ્તારમાં આવેલી 150 સોસાયટીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સોલા પીઆઇ સાથે મળીને પ્લાન ઘડ્યો

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં કોરોના જાણે કે હવે ઘર કરી ગયો છે. રોજ આવતા કેસને કારણે અમદાવાદની પરિસ્થિતિ ડામાડોળ બની છે. આવામાં અમદાવાદના ગોતા વિસ્તારમાં એક-બે નહીં પરંતુ 150 સોસાયટીએ માર્ગ અપનાવ્યો છે જે આખા અમદાવાદ માટે સબક સમાન છે સાથે બેસ્ટ મેનેજમેન્ટની વ્યાખ્યાને પુરવાર કરે છે. અમદાવાદમાં 709 જેટલા સુપર સ્પ્રેડરના કેસ આવતા લોકો શાકભાજી ખાવી કે નહીં તે વિચારી રહ્યા હતા.

આવામાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક અઠવાડિયા માટે શાકભાજી અને ફળ ફળાદી વેચનાર સામે રોક લગાવવામાં આવી હતી. જે સમયગાળામાં અમદાવાદની ગોતા વિસ્તારમાં આવેલી 150 સોસાયટીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સોલા પીઆઇ સાથે મળીને પ્લાન ઘડ્યો હતો. દરેક સોસાયટીમાં ચાર વોલિયન્ટર ઊભા કર્યા હતા. એટલું જ નહીં ગોતા વંદે માતરમ્ રોડ પર આવેલા ખુલ્લા મેદાનમાં શાકભાજી સેન્ટર ઉભુ કર્યું હતું. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મંજૂરી આપતા આ સેન્ટર પર શાકભાજી વિક્રેતાને જગ્યા આપવા માટે મંડપ બાંધવામાં આવ્યા છે. જેમાં 22 જેટલા વિક્રેતાઓને માસ્ક અને સ્ક્રીનીંગ કાર્ડ સાથે જગ્યા આપવામાં આવી અને શાકભાજી ખરીદવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - કોરોના : અમદાવાદનો રિકવરી રેટ 140% થયો, છતાં કેસ મામલે દેશના ટોપ ત્રણ શહેરમાં સામેલ

ગોતા વિસ્તારમાં કોરોનાનો ભોગ લોકો ના બને તે માટે મેનેજમેન્ટના ભાગ રૂપે નિયમ બનાવ્યો કે સવારે 8 થી 11 મહિલાઓ અને 11 થી 3 પુરુષો આવશ્યક ચીજ વસ્તુઓ ખરીદવા જઈ શકે છે. ઓન રોડ પોલીસની મદદ માટે 10 ટીમ કાર્યરત છે. લૉકડાઉનમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થાના સર્જાય એ માટે 5-10 પોલીસ વોલન્ટિયર્સ સેવા સાથે સ્વેચ્છાએ કામ કરવા માંગતા સોસાયટીએ વોલન્ટિયર્સની 2 ટીમ બનાવી છે. જેમાં 1 ટીમમાં 10 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જેઓ રાત અને દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં ઓન રોડ રહીને પોલીસની મદદ કરતા હતા. સાથે જ શાકભાજીના બાંધેલા મંડપ પર પણ ડયુટી નિભાવતા હતા.
First published: May 23, 2020, 7:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading