અમદાવાદમાં કોરોનાને કારણે મૃત્યું પામેલા વૃદ્ધની ન થઇ કોઇ અંતિમક્રિયા, સીધા જ અંતિમ સંસ્કાર થયા

News18 Gujarati
Updated: April 4, 2020, 8:53 AM IST
અમદાવાદમાં કોરોનાને કારણે મૃત્યું પામેલા વૃદ્ધની ન થઇ કોઇ અંતિમક્રિયા, સીધા જ અંતિમ સંસ્કાર થયા
તેમની કોઈપણ પ્રકારની વિદેશની હિસ્ટ્રી મળી ન હતી કે તેઓ વિદેશથી આવેલા કોઈને પણ મળ્યા ન હતા

તેમની કોઈપણ પ્રકારની વિદેશની હિસ્ટ્રી મળી ન હતી કે તેઓ વિદેશથી આવેલા કોઈને પણ મળ્યા ન હતા

  • Share this:
અમદાવાદ : શહેરમાં (Ahmedabad) હાલ કોરોના વાયરસનાં (Coronavirus) સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્યારે શુક્રવારે બપોરે કોરોનાથી 68 વર્ષનાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને ઘરે લઇ જવામાં આવ્યો ન હતો. મૃતક શૈલેષ ધ્રુવનાં મૃતદેહને સીધા જ વાસણા સ્મશાનગૃહમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પણ તેમના પરિવારનાં માત્ર ત્રણ લોકો જ હાજર રહ્યાં હતાં. તેમની કોઇ જ અંતિમક્રિયા કરવામાં આવી નહીં. પ્લાસ્ટિક કિટમાં પેક કરેલા તેમના મૃતદેહને માત્ર સેકન્ડો માટે પરિવારનાં ત્રણ સભ્યના દર્શનાર્થે મૂકીને સીએનજીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ચેપ કઇ રીતે લાગ્યો તેની હજી સુધી ખબર નથી પડી

મહત્વનું છે કે, 1 એપ્રિલનાં રોજ મૃતક શૈલેષ ધ્રુવને તાવ અને શ્વાસની તકલીફ સાથે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. .તેમની કોઈપણ પ્રકારની વિદેશની હિસ્ટ્રી મળી ન હતી કે તેઓ વિદેશથી આવેલા કોઈને પણ મળ્યા ન હતા તો પણ તેમને કઇ રીતે ચેપ લાગ્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. છેલ્લા 10 દિવસથી તેમને ખાંસી-શરદીની તકલીફ હતી. દરમિયાનમાં તેઓ એક વખત નજીકના મેડિકલ સ્ટોર ખાતેથી દવા લેવા ગયા હતા. તેઓ પીપળજ ખાતે ફેક્ટરી ધરાવતા હતા. તેમનો ચેપ તેમની કંપનીમાં જ કામ કરતાં સુપરવાઈઝરને પણ લાગતાં તેમને દાખલ કરાયા છે.

આ પણ વાંચો : કામદાર, નોકરિયાત કે ઘરે આવતા કામવાળાને પગાર નહીં આપો તો થઇ શકે છે જેલ

અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે

હાલ જ્યારે દેશમાં કોરોનાવાઈરસે કહેર મચાવ્યો છે ત્યારે અમદાવાદ દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લાઓમાં 9માં ક્રમે છે. જ્યારે મુંબઈ, કાસરગોડ અને પુના અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે છે. મુંબઈમાં અત્યાર સુધીમાં 198 પોઝિટિવ કેસ છે. જ્યારે કાસરગોડ-પુનામાં 129 અને 63 પોઝિટિવ કેસ છે.આ પણ જુઓ : 

 
First published: April 4, 2020, 8:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading