પત્રકાર ચિરાગ પટેલનાં શરીર પરથી મળ્યાં એવા ચિહ્નો કે ખુલી જશે મોતનું રહસ્ય?

News18 Gujarati
Updated: May 12, 2019, 7:50 AM IST
પત્રકાર ચિરાગ પટેલનાં શરીર પરથી મળ્યાં એવા ચિહ્નો કે ખુલી જશે મોતનું રહસ્ય?
આ કેસમાં વૈજ્ઞાનિક પૃથ્થુકરણમાં શરીર પરથી જવલનશીલ પ્રવાહીની હાજરી મળી આવી હતી.

ચિરાગને પેટ્રોલ, ડિઝલ કે અન્ય કોઇ જવલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવાની આશંકા પ્રબળ બની છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: શહેરની ખાનગી ન્યૂઝ ચેનલના કોપી એડિટર ચિરાગ પટેલના મોતનું રહસ્ય હજુ સુધી પોલીસ ઉકેલી શકી નથી. મહત્વનું છે કે ચિરાગ પટેલનાં મોતને 56 દિવસ થયા છતાં આ મામલે હજી કોઇ ખુલાસો થયો નથી. આ કેસમાં વૈજ્ઞાનિક પૃથ્થુકરણમાં શરીર પરથી જવલનશીલ પ્રવાહીની હાજરી મળી આવી હતી. ચિરાગને પેટ્રોલ, ડિઝલ કે અન્ય કોઇ જવલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી દેવાની આશંકા પ્રબળ બની છે. પરંતુ આ મામલે હજી પોલીસને કોઇ નક્કર પુરાવા મળ્યાં નથી. ચિરાગ પટેલની બોડી પર કાર્બન પાર્ટિકલ મળી આવ્યું છે. કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતાં એજન્સીઓ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ...આ તે પોલીસ કે ગુંડા? : રાજય પોલીસના પ્રજા ઉપરના ત્રાસની અરજીઓ ગુંડા કરતાંય વધુ!

ચિરાગે બે સાંસદનું લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ ભંડોળ ક્યાં ક્યાં વપરાયું તેની આરટીઆઇમાં માહિતી માગી હતી. તમને જણાવી દઇએ કે, ચિરાગ પટેલનું શંકાસ્પદ મોત થતાં તેના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેની હત્યા કોઇ સાંસદે કરાવી છે. ચિરાગ પટેલ કેસમાં પોલીસ કમિશનરે આ ગંભીર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. અગાઉ મૃતક ચિરાગના ભાઇ જૈમિને આક્ષેપ કર્યો હતો કે મારા ભાઈની હત્યા થઈ છે. પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે સાંસદના ભંડોળ સહિત અન્ય આરટીઆઇ કરીને ચિરાગ માહિતી માંગતો રહેતો હતો. જેના દસ્તાવેજો પણ પોલીસે જપ્ત કર્યા છે. સાંસદનું કોઇ કૌભાંડ કે પછી અન્ય ભંડોળની વિગતો જાહેર ન થાય તે માટે હત્યા કરાઇ હોવાની શંકા પરિવારે સેવી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાંથી પકડાયો નકલી IPS ઓફિસર, અનેક લોકોને છેતર્યા

જાણો આખો કેસ
  • ચિરાગ પટેલના મોતને આજે 56 દિવસ થયા

  • 56 દિવસ બાદ પણ પોલીસ નથી કોઇ નક્કર તારણ પર

  • હત્યા કે આત્મહત્યાને લઇને હજુ પણ અસમંજસ

  • 16મી માર્ચે મુત્યું અને ચિરાગનો મૃતદેહ 17મી માર્ચે મળ્યો હતો

  • સળગેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ

  • 20 માર્ચે ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઇ

  • 21 માર્ચે ક્રાઇમ બ્રાંચે પુરાવા એકઠા કર્યા હતા

First published: May 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading