Home /News /madhya-gujarat /નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડ પર આ ડૉક્ટરને પહેલા ગઇ હતી શંકા, તેમના શબ્દોમાં આખી વાત

નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડ પર આ ડૉક્ટરને પહેલા ગઇ હતી શંકા, તેમના શબ્દોમાં આખી વાત

ડૉ. દેવાંગ શાહ

આ ઇન્જેક્શન વિશ્વમાં એકમાત્ર સ્વિત્ઝરલેન્ડની કંપની બનાવે છે.

અમદાવાદ : કોરોનાની મહામારીના સમયમાં જીવ બચાવવા માટે વપરાતા અને રૂા. 40,000થી વધુ કિંમતના ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના ડુપ્લીકેટ બનાવવાનું કૌભાંડ ઝડપાઇ ગયું છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુરતનો સાહેલ ઇસ્માઈલ તાઈના સુરતના ઘરે દરોડો પાડીને નકલી ટોસિલિઝુમેબ 400 મિલીગ્રામના (એક્ટેમરા) બનાવવા માટેનો કોચો માલ, ફિલિંગ, સિલિંગ અને કોડિંગ મશીન તથા કાચો માલનો અંદાજે રૂા. આઠ લાખના મૂલ્યનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ઇન્જેક્શન વિશ્વમાં એકમાત્ર સ્વિત્ઝરલેન્ડની કંપની બનાવે છે.

ડૉક્ટરને કઇ રીતે શંકા ગઇ?

આ કૌભાંડ ઝડપનાર પ્રથમ વ્યક્તિ સંજીવની હૉસ્પિટલનાં ડૉ. દેવાંગ શાહ સાથે ન્યૂઝ18ગુજરાતીએ ખાસ વાત કરી હતી. જેમાં ડૉ. દેવાંગ શાહે જણાવ્યું કે, કોશિયા સાહેબની જે ટીમ અહીં આ આખા ઓપરેશન માટે આવ્યાં હતાં તેમની ટીમ બિરદાવવા લાયક છે. તેમણે ઘણી ઝડપથી નકલી ઇન્જેક્શનનો પર્દાફાશ કરવા કામ કર્યું છે. જ્યારે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થાય છે ત્યારે આ ઇન્જેક્શન લગાવવામાં આવે છે. આખા વિશ્વમાં એક જ રોસ કંપની જ બનાવે છે. જેનું ભારતમાં માર્કેટિંગ સીપલા કરે છે.

ડૉક્ટરે સીપલા કંપનીને વાત કરી

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે દર્દીનાં સગા આ ઇન્જેક્શન લઇને આવ્યાં તો ખોખુ બરાબર લાગ્યું હતું પરંતુ તે ખોલતા શંકા ગઇ. કારણ કે તે ઓઇલ બેઝ્ડ હતું. અને તેની પર ઝેનીસ કંપનીનું નામ લખેલું હતું. તેની નીચે નિયમ પ્રમાણે કંપનીનાં એડ્રેસ હોય તે પણ કંઇ હતુ નહીં. એટલે અમને આ ઇન્જેક્શન ડુપ્લિકેટ લાગતા અમે દર્દીને આપ્યું નહીં અને બીજા દિવસે સીપલા કંપનીને આ વાતની જાણ કરી હતી. સીપલાએ રોસ કંપનીને વાત કરી. જે બાદ રોસ કંપનીનાં લીગલ એડવાઇઝરે મારી સાથે વાત કરી. જે બાદ ડીસીસીઆઈને જાણ કરી અને તેમણે રાજ્યની કોશિયા સાહેબની ટીમને જાણ કરી અને આ બધુ બહાર આવ્યું. આ ટીમે વિવિધ જગ્યાએ દરોડા પાડીને આ નકલી ઇન્જેક્શન બનાવનાર સુધી પહોંચ્યા તે બિરદાવવા લાયક છે.

નકલી ઇન્જેક્શનમાં સ્ટીરોઈડની માત્રા હતી

આ સાથે તેમણે જણાવ્યું કે, નકલી ઇન્જેક્શનમાં સ્ટીરોઈડની માત્રા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ નકલી ઇન્જેક્શનના કન્ટેન્ટ આ અંગે સ્વિટ્ઝરલેન્ડની રોશ કંપની હવે તપાસ કરશે. રોશ કંપનીની સેન્ટ્રલ લેબોરેટરી આ અંગે એનાલિસિસ કરશે. સ્વિટ્ઝરલેન્ડની રોશ કંપનીની પ્રતિનિધિ 1 ઇન્જેક્શન તપાસ માટે લઈ ગયા છે.

ક્યાં બને છે ઇન્જેક્શન ?

જાપાનમાં રોસ કંપની એ ટોસિલીઝુ મેબ ઇન્જેક્શન માટે પ્લાન્ટ નાખ્યો છે.જેનું.મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્વિટ્ઝર્લેન્ડમાં છે..આખાય ભારત અને વિશ્વમાં સ્વિટ્ઝર્લેન્ડથી ઇન્જેક્શન આવે છે .ખાસ ભારતની સિપ્લા કંપની ઇન્જેક્શન સ્વિટ્ઝર્લેન્ડ થી મેળવે છે. આ ઇન્જેક્શન ભારતમાં 30 થી 40 હજાર માં મળે છે.જેમાં મોનોક્રોનલ એન્ટી બોડી કન્ટેન્ટ હોય છે.જેમાં દર્દી ના વજન પ્રમાણે તેનો ડોઝ આપવામાં આવે છે.નકલી ઇન્જેક્શન ઓઇલ બેઝ હોવાને કારણે આખું કૌભાંડ સામે આવ્યું છે.

આ પણ વાંચો-  4200 ગ્રેડ પે માટે લાઇન લાગી! શિક્ષકો, પોલીસ બાદ હવે નર્સીગ સ્ટાફ પણ આંદોલનના માર્ગે

કઇ રીતે ઝડપાયું આખું કૌભાંડ

અમદાવાદ ભુયંગદેવ ખાતે આવેલી સાલ હૉસ્પિટલમાં દાખલ થયેલા દર્દી લત્તાબેન બલદુઆને ડૉ. દેવાંગ શાહ દ્વારા ટોસિલિજુમેબ 400 એમજી ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યું હતું. દર્દીના સગાએ ઇન્જેક્શનના ત્રણ બોક્સ જેનીક ફાર્માના લાવીને આપ્યા હતા. ડોક્ટરે આ ઇન્જેક્શન આપ્યા પછી ગુણવત્તામાં શંકા જતા ફરિયાદ કરાઇ હતી. જેથી તંત્ર દ્વારા તપાસ થતા દર્દીના સગાની પુછપરછમાં ઇન્જેક્શન સાબરમતી વિસ્તારના મા ફાર્મસી ખાતેથી 1.35 લાખમાં બિલ વગર મેળવ્યા હોવાનું જણાયું હતું. આ ફાર્મસીની તપાસ કરાતા તેમણે ચાંદખેડા વિસ્તારના હર્ષ ભરતભાઇ ઠાકોર પાસેથી બિલ વગર 80 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હતા. હર્ષ ઠાકોરે આ ઇન્જેક્શન પાલડીના હેપી કેમીસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલીક નિલેશ લાલીવાલા પાસેથી વગર બિલે 70 હજારમાં 4 બોક્સ ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. આ બોક્સ ખરીદીને હર્ષ ઠાકોરે ઇન્જેક્શનના બોક્સની ડિઝાઇન ફોટોશોપમાં એડિટ કરીને બનાવટી ટોસિલિજુમેબનું નામ લખ્યું હતું.

આ પણ જુઓ- 
" isDesktop="true" id="1000796" >

લાલીવાલાએ આ ઇન્જેક્શન સુરત ખાતેથી સોહેલ ઇસ્માઇલ તાઇ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હોવાનું જણાવતા અધિકારીઓએ સુરતમાં ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફીલીંગ મશીન, સીલીંગ મશીન, કોડીંગ મશીન, રો મટીરીયલ, પેકીંગ મટીરીયલ મળી આવ્યા હતા. જેથી આ તમામ સાથે કુલ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને અન્ય ઇન્જેક્શન તપાસ માટે કબ્જે લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો- રાજકોટમાં પતિએ પત્નીની હત્યા કરીને, પત્નીના મોબાઇલમાંથી સસરાને કર્યો મેસેજ, 'મને બીજો કોઇ ગમે છે એટલે જાવ છું, સોરી'
Published by:Kaushal Pancholi
First published:

Tags: Tocilizumab injection, અમદાવાદ, કૌંભાંડ, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन