અમદાવાદની કંપનીએ NASAની ડિઝાઇનના વેન્ટિલેટર બનાવ્યા, ડૉક્ટરને વિઝિટ વગર મળી જશે દર્દીનો ડેટા

અમદાવાદની કંપનીએ NASAની ડિઝાઇનના વેન્ટિલેટર બનાવ્યા, ડૉક્ટરને વિઝિટ વગર મળી જશે દર્દીનો ડેટા
કમાલનું છે આ વેન્ટિલેટર

ગુજરાતની એક માત્ર અમદાવાદની કંપનીએ બનાવેલા આ વેન્ટિલેટર મોબાઇલ એપથી કનેક્ટેડ, ઇન બિલ્ટ બાય પેપ સાથે કામ કરશે

  • Share this:
અમદાવાદ, કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેન્ટીલેટરની ખૂબ જરૂર પડી રહી છે. પરિણામે માર્કેટમાં વેન્ટીલેટરની અછત ઉભી થઇ છે. તેને ધ્યાને લઈને નાસા દ્વારા વેન્ટીલેટરની એક ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.  અમદાવાદમાં નાસાની ડિઝાઇન મુજબના વેન્ટીલેટર્સ બની રહ્યા છે. જોકે  ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની વાત એ છે કે સમગ્ર વિશ્વમાં નાસાએ 27 કંપનીઓને પોતાની આ ડિઝાઇન મુજબના વેન્ટિલેટર બનાવવાના લાયસન્સ આપ્યા છે. ભારતની 4 કંપનીઓને આ લાયસન્સ મળ્યા છે. જેમાં ગુજરાતની એક માત્ર અમદાવાદના વટવા સ્થિત ઇલેક્ટ્રોથર્મ સોલાર ઈલિટેડને લાયસન્સ મળ્યું છે.

નાસાએ બનાવેલી ડિઝાઇન મુજબના વેન્ટિલેટર હાલ ઇલેક્ટ્રોથર્મ સોલાર ઈલિટેડ કંપની બનાવી રહી છે. 54 વેન્ટિલેટર બનાવીને કંપનીએ વેચ્યા છે. ઉપરાંત હાલ 200 વેન્ટિલેટર બની રહ્યા છે. જે 25મી મેં સુધીમાં માર્કેટમાં આવી જશે અને ત્યારબાદ આ કંપની 1000 વેન્ટીલેટરનું નિર્માણ શરૂ કરશે. જે અંગે કંપનીના ડાયરેકટર કપિલ શાહ કહે છે કે  વેન્ટિલેટરની વિશેષતાની વાત કરીએ તો 9.7 કિલો ગ્રામનું ઓછા વાજનવાળું વેન્ટિલેટર છે. ઇન્વેઝીવ અને નોનઇન્વેઝીવ મોર્ડ ધરાવતું વેન્ટિલેટર છે.



આ પણ વાંચો : વલસાડ : તૌકતે ટકરાશે તો સર્જાશે કરોડોની ખાનાખરાબી, 700 બોટ લંગારાઈ, 28 ગામ એલર્ટ પર

મોબાઈલ એપલીકેશન સાથે કનેક્ટ કરાયેલું વેન્ટિલેટર છે. પોર્ટેબલ અને કોઈપણ જગ્યાએ સરળતાથી હેરફેર થઈ શકે છે. દર્દીના રિપોર્ટ વેન્ટિલેટર સાથેના ટેબ્લેટમાં જનરેટ થઈ શકે છે. વેન્ટિલેટર રૂ. 3.5થી 4 લાખ વચ્ચેની કિંમતમાં ઉપલબ્ધ થઈ શકે છે. 21 ટકા સુધીનો ઓક્સિજન વગર સિલિન્ડરે દર્દીને આ વેન્ટીલેટરથી આપી શકાય છે. હાઈફ્લો અને બાયપેપ મોર્ડ બંને ટ્રીટમેન્ટ આ વેન્ટિલેટર દ્વારા આપી શકાય છે.

App સાથે કનેક્ટેડ ઈ-વેન્ટિલેટર

વેન્ટીલેટરને મોબાઇએપ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે. મોબાઈલ એપ દ્વારા ડોક્ટર વિઝીટ કર્યા વગર દર્દીની પરિસ્થિતિ જાણી શકે છે કંપનીના પ્રોડક્શન એન્જીનીયર ઉત્સવ જાની અને આર એન્ડ ડી એન્જીનીયર જયદીપ શાહ, જણાવે છે કે સામાન્ય વેન્ટિલેટર એક્સ્ટર્નલ ઓક્સિજનવાળું હોય છે. જ્યારે આ વેન્ટીલેટરમાં 21 ટકા સુધીનો ઓક્સિજન દર્દીને વગર સિલિન્ડરે અપાય છે.

આ પણ વાંચો :  અમદાવાદ : 'હવસખોર ચોકીદાર' રજિસ્ટરમાંથી મેળવતો યુવતીઓનાં નંબર, મોકલતો હતો બીભત્સ સંદેશા

વેન્ટીલેટરની વિશેષતાઓ
  • આ વેન્ટીલેટરમાં ટ્યુબિંગની એવી ડિઝાઇન છે કે એક દર્દીમાંથી બીજા દર્દીને કે અન્ય વ્યક્તિને ચેપ નથી લાગતો.
  • સામાન્ય વેન્ટીલેટરમાં બાયપેપની સુવિધા નથી હોતી જ્યારે આ વેન્ટીલેટરમાં બાયપેપની સુવિધા ઇનબીલ્ટ આવી જાય છે.

  • ઓક્સિજન સેન્સર પરમેનેન્ટ આવે છે. અન્ય વેન્ટીલેટરમાં તે દર છ મહિને બદલવું પડે છે. આ વેન્ટીલેટરને ઇલેક્ટ્રા નામની મોબાઈલ એપ્લિકેશન સાથે જોડવામાં આવ્યું છે.

  • આ એપ પણ કંપનીએ જ વિકસાવી છે. આ એપ અને વેન્ટીલેટરના જોડાણથી દર્દીનો ડેટા ઉપલબ્ધ રહે છે. જેથી ડોક્ટર બદલાય તો પણ ચિંતા નથી થતી ઉપરાંત દર્દીના રિપોર્ટ ભૂલી જવા કે ખોવાઈ જવાના કિસ્સામાં સારવાર અટકતી નથી.

  • ઉપરાંત ડોક્ટર વિઝીટ કર્યા વગર પણ દર્દીની સ્થિતિ જાણી શકે અને તેના રિપોર્ટ બનાવી શકે અને જરૂર પડે ત્યાં

Published by:Jay Mishra
First published:May 15, 2021, 17:34 pm

ટૉપ ન્યૂઝ