અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર, અમેરિકનોને લોનનાં નામે ચૂનો લગાડતા બેની ધરપકડ

News18 Gujarati | News18 Gujarati
Updated: October 3, 2019, 3:14 PM IST
અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર, અમેરિકનોને લોનનાં નામે ચૂનો લગાડતા બેની ધરપકડ
ગેરકાયદેસર કોલસેન્ટરમાં બેની ધરપકડ

તેઓ પ્રિઅપ્રવુડ લોન આપવાને બહાને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોવાનાં દસ્તાવેજો મળ્યાં હતાં.

  • Share this:
ઋત્વીજ સોની, અમદાવાદ : અમદાવાદનાં (Ahmedabad) વેજલપુરમાં ગેરકાયદેસર કોલસેન્ટર (call center) ચલાવતા 2 યુવાનોની ધરપકડ કરી છે. વેજલપુર પોલીસે બંને પાસેથી બે મોબાઇલ ફોન અને ગાડી કબ્જે કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આ લોકો ગાડીમાં બેસીને સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરીને પેઇડ લોન આપવાનાં બહાને છેતરપિંડી કરતો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે વેજલપુર પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે વસ્ત્રાપુર પાસે આવેલી દેસાઇપાર્ક સોસાયટી પાસે કાળા રંગની ગાડીમાં ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવે છે. જેના આધારે તપાસ કરતાં 34 વર્ષનાં વિવેકસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. આરોપીની વિવેકસિંહનો મોબાઇલ તપાસ કરતા તેમાંથી કોલસેન્ટર ડેટા મળી આવ્યો હતો. જેમાં તેઓ પ્રિઅપ્રવુડ લોન આપવાને બહાને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા હોવાનાં દસ્તાવેજો મળ્યાં હતાં.

આ પણ વાંચો : ટેકાનાં ભાવે મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારે બનાવ્યો એક્શન પ્લાન

પોલીસની પૂછપરછ ચાલતી હતી ત્યારે જ વિવેકસિંહને કોઇનો વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. આ કોલ પોલીસે સ્પીકર પર મુકાવીને વાત કરાવી હતી. જેમાં સામેવાળો વ્યક્તિ આની પાસેથી ડેટા લાલ દરવાજા પાસે મંગાવતો હતો. ત્યાં પહોંચીને પોલીસે તે વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમા તેનું નામ અઝહર સૈયદનું નામ સામે આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે, આ લોકો અમેરિકનોને પેઇડ લોન આપવાની લાલચે પ્રોસેસિંગ ફીનાં 30 ડોલર જમા કરાવતો હતો. જે બાદ ખોટો ચેક અને બેંકનો ખોટો મૅઇલ કરતો.

 
First published: October 3, 2019, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading