Home /News /madhya-gujarat /

અમદાવાદ : બેન્ક કર્મીની 38 લાખ સેરવી લેવાની કરતૂત જાણી તમે પણ ચોંકી જશો, વાંચો આ કિસ્સો

અમદાવાદ : બેન્ક કર્મીની 38 લાખ સેરવી લેવાની કરતૂત જાણી તમે પણ ચોંકી જશો, વાંચો આ કિસ્સો

બેન્ક કર્મચારીએ જ બેન્કમાં ફ્રોડ કર્યું

અમદાવાદ (Ahmedabad) અમરાઈવાડી પોલીસે (amraiwadi police station) આ સમગ્ર મામલે આરોપી બેંક કર્મચારીની ધરપકડ (Bank employee fraud) કરીને તેને આ પૈસાનું શું કર્યું તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. આરોપી દ્વારા ATMમાં ઓછી રકમ જમા કરી મેન્યુઅલ એન્ટ્રીમાં વધુ રકમ દર્શાવી માત્ર 1 મહિનામાં ૩૮ લાખ રૂપિયાથી વધુ પૈસાની ઉચાપત કરી

વધુ જુઓ ...
અમદાવાદ  (Ahmedabad) : શહેર ના અમરાઇવાડી (Amraiwadi) વિસ્તારમાં બેન્કમાં કામ કરતાં કર્મચારીએ જ બેંક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના બની છે. એટીએમ મશીનમાં પૈસા લોડ કરનારા બેન્ક કર્મીએ માત્ર એક મહિનાના સમયગાળામાં લાખો રૂપિયાની ઉચાપત (Bank Fraud) કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે અમરાઈવાડી પોલીસે (Amraiwadi police) બેંક કર્મચારીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમરાઈવાડી પોલીસની ગિરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે જીગ્નેશ પ્રજાપતિ. બેંકમાં કર્મચારી તરીકે નોકરી કરતા આ આરોપીએ બેંક સાથે જ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. વિગતવાર વાત કરીએ તો અમરાઇવાડીના હાટકેશ્વર સર્કલ પાસે આવેલી કેનેરા બેન્કની ખોખરા બ્રાન્ચમાં જીગ્નેશ પ્રજાપતિ છેલ્લા ઘણા સમયથી નોકરી કરતો હતો. આરોપીનું કામ બેંકના કેશિયર પાસેથી વાઉચર મેળવી તે રકમને બેન્કમાંથી લઈને એટીએમ મશીનમાં જમા કરાવવાનું હતું, પરંતુ આરોપીએ છેલ્લા એક દોઢ મહિનાના અરસામાં જ અલગ અલગ સમયે બેંકમાંથી પૈસા લઈ તેમાંથી અમુક જ રકમ એટીએમ મશીનમાં જમા કરાવી અંદાજે ૩૮ લાખ 28 હજાર જેટલી રકમ પોતે લઈને છેતરપિંડી આચરતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ખોખરાની કેનેરા બ્રાન્ચના મેનેજરે થોડા સમય પહેલા બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરને ફોન કરીને એટીએમમાં પૈસા લોડ કરવામાં આવે છે, તેમાં છેતરપિંડી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર ખોખરા બ્રાંચમાં મુલાકાત બેંકના ATMમાં તપાસ કરી હતી. જે તપાસમાં બેંક કર્મી જીગ્નેશ પ્રજાપતિ જે બેંકના કેશિયર પાસેથી વાઉચરથી રોકડ મેળવી 21-2-2020થી અત્યાર સુધીના સમયગાળાનો હિસાબ તપાસતા આ સમયગાળા દરમિયાન ૩૮ લાખ થી વધુ રૂપિયા ATMમાં લોડ જ ન કર્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી અંતે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોગુજરાતના MLA જિગ્નેશ મેવાણીને આસામ કોર્ટનો ફરી ઝટકો, 5 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયા

અમરાઈવાડી પોલીસે આ સમગ્ર મામલે આરોપી બેંક કર્મચારીની ધરપકડ કરીને તેને આ પૈસાનું શું કર્યું તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. આરોપી દ્વારા ATMમાં ઓછી રકમ જમા કરી મેન્યુઅલ એન્ટ્રીમાં વધુ રકમ દર્શાવી માત્ર 1 મહિનામાં ૩૮ લાખ રૂપિયાથી વધુ પૈસાની ઉચાપત કરી છે, ત્યારે આ બેંક કર્મચારીએ આ લાખો રૂપિયા કોને આપ્યા અને તેનો ઉપયોગ ક્યાં કર્યો તે દિશામાં તપાસ અમરાઈવાડી પોલીસે હાથ ધરી છે. ત્યારે આ ગુનામાં પોલીસની પ્રાથમિક તપાસ માં દેવું ભરપાઈ કરવા જ આ કરતૂત આરોપીએ કરી હોવાનું લાગી રહ્યું છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Ahmedabad police, Bank Fraud, Bank Fraud News, Fraud case, Fraud in Ahmedabad

આગામી સમાચાર