રામ રાખે તેને કોણ ચાખે! હાડ થીજવતી ટાઢમાં ત્યજી દેવાયેલી બાળકીને તબીબોએ આપ્યું નવજીવન


Updated: January 22, 2020, 3:45 PM IST
રામ રાખે તેને કોણ ચાખે! હાડ થીજવતી ટાઢમાં ત્યજી દેવાયેલી બાળકીને તબીબોએ આપ્યું નવજીવન
બાળકીને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

બનાસકાંઠા ના લાખણી તાલુકાના કૂવાણાં ગામએ ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી, બહાર આંતરડા સાથે જન્મેલી બાળકીને સિવિલ હૉસ્પિટલના તબીબોએ નવજીવન આપ્યું

  • Share this:
અમદાવાદ : જેના રખોપા રામ કરે તેનું કોઈ કશું બગાડી શકતું નથી. આ ઉક્તિ સાચી ઠરી છે એક બાળકીના કિસ્સામાં. વાત છે અમદાવાદ થી 200 કિલોમીટર દૂર બનાસકાંઠા ના લાખણી તાલુકાના કૂવાણાં ગામએ ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી. બાળકીને જન્મ આપનાર માતા એ બાળકી ને કડકડતી ઠંડીમાં કોઈપણ કપડાં વગર કાંટાળી વાડ માં ફેંકી દીધી હતી. એટલું ન નહિ બાળકીને જન્મતા જ આંતરડા બહારના ભાગે  હતા. જેનું સફળ ઓપરેશન કરી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકીને નવુ જીવન આપ્યુંછે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે તબીબી જગતમાં ખુબ જ ક્રિટીકલ ગણાતું ઓપરેશન પાર પાડીને તેઓએ ધ્વનીને નવું જીવન આપ્યું છે.. તબીબોની ભાષામાં કહેવાતી ગેસ્ટ્રોસ્કીશીસ નામની બિમારી આમતો 10,000 બાળકોએ માત્ર 02 બાળકોને થતી હોય છે. અને ખુબ ઓછા બાળકો હોય છે જે જીવીત રહેતા હોય છે. પરંતુ આ ઓપરેશન સફળ રહ્યું છે અને ધ્વનિ હવે સ્વસ્થ છે.

આ પણ વાંચો :  Tiktok સ્ટાર કિર્તી પટેલે વિવાદ વિશે કહ્યું, 'મારી સામે નહીં છોકરીઓ સાથે ખોટું થતું હોય ત્યાં મર્દાનગી બતાવો'

સિવિલ હોસ્પિટલના પિડિયાટ્રીક સર્જરી વિભાગના હેડ ડો. રાકેશ જોષી જણાવે છે કે ગેસ્ટ્રોસ્કીસીસ નામની તકલીફ પેટની દિવાલ નહિ બનવાના કારણે આંતરડા બહાર હોય છે. બહાર આંતરડા હોવાથી ગર્ભમાં પાણી હોઈ આંતરડા ફુલી જાય છે. અને એટલા જાડા આંતરડા હોય છે કે તેને પેટમાં મુકીને તે પેટની દિવાલ બંધ પણ નથી કરી શકાતી. અને એ ઓપરેશન ચેલેન્જ ભર્યું હોય છે. અને આટલી ખરાબ પરિસ્થિતિમાં બાળક અમદાવાદ સિવિલ સુધી આવ્યું તેને અમારી ટીમ તાત્કાલિક ઓપેરશન કરીને સફળ સર્જરી કરી છે.

બાળકીની સારવાર કરી અને તેને સિવિલ હૉસ્પિટલના તબીબોએ નવજીવન આપ્યું છે.


જો કે આ ઘટના એક ચમત્કાર જ કહેવાય.વાત 9 જાન્યુઆરીની છે જ્યારે સવારે 9 વાગે બનાસકાંઠાના લાખેણી તાલુકાના કુવાણા ગામે કાંટાળી વાડમાંથી એક બાળકી મળી આવી હતી. હાડ થીજાવતી ઠંડીમાં તેની જન્મ દેનારી જનેતાએ ફેંકી દીધી હતી. આસપાસના લોકોને ધ્યાને આવતા ગામના સરપંચને બાળકી સોંપાઈ અને આખરે સાંજે 6 વાગતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી કારણ કે બાળકીના આંતરડા પેટના ભાગે બહાર હતા. રાત્રે 11 વાગે પિડીયાટ્રીક સર્જરી વિભાગના તબીબોએ તેનું ઓપરેશન કર્યું હતું. અને હવે તેને બાળ સંરક્ષણ ગૃહ સંસ્થાના સંચાલકોને સોંપવામાં આવી છે. અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ મંડળના ટ્રસ્ટી ભાસ્કર મહેતા કહે છે કે બાળક ત્યજી દેવાની માનસિકતા દરેક માતા પિતામાં ના કેળવાય તેવી પ્રાર્થના છે.આ પણ વાંચો :  હાર્દિક પટેલના રાજદ્રોહ કેસમાં સેશન્સ કોર્ટમાં સુનાવણી, ફેંસલો પાંચ વાગ્યા સુધી સુરક્ષિત

આ દયનીય ઘટના છે. બાળકને નાની સરખી ઈજા થઈ હોય તો તેને સહન નથી કરતા માતાપિતાના પ્રેમના પ્રતિક રુપે જન્મેલુ આ બાળકને કેમ છોડી દેતા હશે સમાજમાં આવા કિસ્સા ના બને તેવી પ્રાર્થના. તો  બાળ સંરક્ષણ મંડળના જોઈન્ટ સેક્રેટરી ડો. મહેશ દવે કહે છે કે મોટા ભાગે ત્યજી દેવાયેલી હાલતમાં બાળકો આવે છે. આ રેશિયો વધી રહ્યોં છે. અન વોન્ટેડ પ્રેગ્નેન્સીના કિસ્સા વધુ હોય છે. આ સંસ્થામાં 30 બાળકો આવા આવતા હશે.આમ તો માતા પોતાના બાળકને કેટલો પ્રેમ કરે છે તેનો કોઈ માપદંડ હોતો નથી. પરંતુ ધ્વનિના કિસ્સામાં તે માપદંડનું માપ પણ ખોટુ પડ્યું છે. તો વળી એવી કઈ પરિસ્થિતિ રહી હશે કે માતાએ જે બાળકને 9 મહિના સુધી પોતાના ગર્ભમાં ઉછેર્યું અને જન્મતાની સાથે જ તરછોડી દીધુ તેનું આંકલન કરવું પણ અઘરુ છે.. પરંતુ સમાજમાં આવા કિસ્સા હવે ધીરે  ધીરે વધી રહ્યાં છે.. પાલડીના બાળ શિશુ સંરક્ષણ ગૃહમાં જ વર્ષે 30 બાળકો ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવે છે અને આ જ છે સમાજનું કડવું સત્ય છે.
First published: January 22, 2020, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading