અમદાવાદઃ બી.જે મેડિકલ કોલેજના રેસિડેન્ટ સર્જન ડોક્ટરનો આપઘાતનો પ્રયાસ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 6, 2018, 2:05 PM IST
અમદાવાદઃ બી.જે મેડિકલ કોલેજના રેસિડેન્ટ સર્જન ડોક્ટરનો આપઘાતનો પ્રયાસ
કોલેજ સત્તાધીશો આ સમગ્ર મામલે કમિટિની રચના કરી દીધી હોવાનું રટણ કરી રહ્યા છે.

કોલેજ સત્તાધીશો આ સમગ્ર મામલે કમિટિની રચના કરી દીધી હોવાનું રટણ કરી રહ્યા છે.

  • Share this:
અમદાવાદઃ બી. જે. મેડિકલ કોલેજમાં સર્જન ડોક્ટર તરીકે અભ્યાસ કરતા એક સ્ટુડન્ટે ઊંઘની વધુ ગોળીઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આત્મહત્યાનો પ્રયાસ કરનાર સ્ટુડન્ટ માહિરાજનો આક્ષેપ હતો કે તેની સાથેના કેટલાક રેસિડેન્ટ ડૉક્ટર અને વિધાર્થી સહકર્મચારીઓ દ્વારા જાતિ વિષયક ટીપ્પણી કરવામાં આવતી હતા. દલિત હોવાને લઇને ઓપેરેશન દરમિયાન પણ પૂરતી તક આપતા ન હતા.

વિદ્યાર્થીએ અગાઉ ડીન સુધી આ અંગે રજુઆત કરી હતી. તેનો આક્ષેપ છે કે તેનું કોઈ સાંભળતું ન હતું આથી માઠું લાગી આવતા તેને રૂમમાં 10 ગોળી ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યા હતો.

બીજી તરફ કોલેજ સત્તાધીશો આ સમગ્ર મામલે કમિટિની રચના કરી દીધી હોવાનું રટણ કરી રહ્યા છે. તો રેસિડેન્ટ ડોક્ટરને ઓપેરાશનમાં સામેલ કરવામાં ન આવતા હોવાનો કોલેજના ડીને ખુલાસો કર્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરે અને તપાસ કરે ત્યારે સાચી હકીકત બહાર આવશે.
First published: January 6, 2018, 9:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading