18 હજાર રૂપિયાનો મૅમો મળતા રિક્ષાચાલકે ચિંતામાં ને ચિંતામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

News18 Gujarati
Updated: September 27, 2019, 8:36 AM IST
18 હજાર રૂપિયાનો મૅમો મળતા રિક્ષાચાલકે ચિંતામાં ને ચિંતામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પ્રતિકાત્મક તસવીર

કેટલાક દસ્તાવેજો ખૂટતાં ટ્રાફિક પોલીસે 18 હજારનો દંડ ફટકાર્યો, પોલીસનું કંઈક અલગ જ દાવો

  • Share this:
અમદાવાદ : ગુજરાત સરકાર (Gujarat Government)એ નવો મોટર વ્હિકલ ઍક્ટ (New Motor Vehicle Act) લાગુ થયા બાદ રાજ્યના નાગરિકો (Citizen)ને દંડની રકમમાં રાહત આપી હતી. ઉપરાંત રાજ્ય સરકારે નિયમોને લાગુ કરવાની સમયસીમા 15 ઑક્ટોબર સુધી લંબાવી દીધી હતી. જેના કારણે રાજ્યના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ અમદાવાદ (Ahmedabad)માં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રિક્ષાચાલક (Auto Driver)ને 18 હજાર રૂપિયાનો મેમો મળતાં તેણે ચિંતામાં ને ચિંતામાં ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઑટોરિક્ષા ચાલક રાજુ સોલંકી (Raju Solanki)ને 18 હજાર રૂપિયાનો મૅમો આપવામાં આવ્યો હતો. જેનાથી માનસિક તાણ અનુભવતા તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ (Suicide Attempt) કર્યો હતો. જોકે સ્થાનિક પોલીસે આ ઘટના પારિવારિક કારણોસર બની હોવાનું જણાવ્યું છે.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા 48 વર્ષીય રાજુભાઈ સોલંકી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને ટ્રાફિક પોલીસ (Traffic Police)એ રોકીને દસ્તાવેજોની તપાસ કરી હતી. જેમાં કેટલાક દસ્તાવેજ ખૂટતાં પેનલ્ટી (Penalty) રૂપે 18 હજારનો મૅમો (Memo) આપ્યો હતો. મૅમો મળ્યા બાદ રાજુ સોલંકી ખૂબ જ ચિંતામાં રહેતો હતો. એક સાથે 18 હજાર રૂપિયા દંડ પેટે કેવી રીતે ભરીશ તેની મૂંઝવણ તેને સતાવી રહી હતી. આ ચિંતામાં જ તણે ફિનાઇલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે પોલીસનું કહેવું છે કે, મૅમોને કારણે નહીં પરંતુ પારિવારિક પ્રશ્નોને કારણે રિક્ષાચાલકને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો,

ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં જવાની જરૂર નથી, આ રીતે મેળવી શકાશેપશ્ચિમ રેલવેના સિનિયર સેક્શન એન્જીનિયરને ભાગેડું જાહેર, 1.50 લાખની લાંચનો આરોપ
First published: September 27, 2019, 8:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading