આજે અમદાવાદમાં રિક્ષાનાં પૈડા થંભી જશે, બે લાખથી વધુ ચાલકો હડતાળ પર

News18 Gujarati
Updated: July 7, 2020, 7:41 AM IST
આજે અમદાવાદમાં રિક્ષાનાં પૈડા થંભી જશે, બે લાખથી વધુ ચાલકો હડતાળ પર
પ્રતિકાત્મક તસવીર

એક દિવસની હડતાળ બાદ જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો 10મી જુલાઇએ જીએમડીસી ખાતે સભાનું આયોજન કરવામાં આવશે.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસને (Coronavirus) કારણે રાજ્યનાં (Gujarat) રિક્ષા ચાલકોની (Auto Rickshw Driver) હાલત કફોડી બની છે. લૉકડાઉનનું (Lockdown)અનલૉક (Unlock) થયા બાદ પણ લોકોમાં હજી કોરોનાનો ભય છે જેના કારણે જરૂર વગર બહાર નથી જતા. જેથી રિક્ષા ચાલકોને પ્રમાણમાં ઓછા મુસાફરો મળે છે. જેના પગલે રિક્ષા ચાલકોએ રાહત પેકેજની (Relief Package) માંગણી કરી હતી. પરંતુ ગુજરાત સરકારે તે માન્ય ન રાખતા આજે મંગળવારે 7મી જુલાઇનાં રોજ બે લાખથી વધુ રિક્ષા ચાલકો એક દિવસનાં પ્રતિક આંદોલન પર ઉતર્યાં છે. આજે એક દિવસની હડતાળ બાદ જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો 10મી જુલાઇએ જીએમડીસી ખાતે સભાનું આયોજન કરવામાં આવશે અને તે બાદ વધુ હળતાળની જાહેરતા કરવામાં આવશે.

રિક્ષા ચાલકોની માંગણી શું છે?

રિક્ષાનાં વિવિધ યુનિયનોની તેમના આગેવાન અશોક પંજાબીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આર.ટી.ઓ. સમક્ષ રિક્ષા ચાલકોને તત્કાળ આર્થિક સહાય આપવા ઉગ્ર રજૂઆતો કરી હતી. છેલ્લા અઢી મહિનાથી રિક્ષા ચાલકો ધંધો ન કરી શકતા હવે તેઓએ સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી છે. રિક્ષા યુનિયનો વતી તેમના પ્રમુખ અશોક પંજાબીએ જણાવ્યું હતુ કે, કોરોનાના બહાના હેઠળ રાજ્યમાં અઘોષિત ઇમરજન્સી લગાવી દેવામાં આવી છે, જેના કારણે અમે પોતાના વ્યાજબી હકો માટે તેમજ અસહનીય દમન સામે શાંતિપૂર્ણ અને અહિંસક દેખાવ પણ યોજી શકતા નથી.

ગુજરાત ઓટો રિક્ષા ડ્રાઈવર એકશન કમિટીના પ્રમુખ અને ઈન્ટુકના રાષ્ટ્રીય સચિવ અશોક પંજાબીએ રાજ્ય સરકારના વલણને વખોડી કાઢતા વધુમાં જણાવ્યું કે, પોતાના હિતોની રજુઆત કરવા રિક્ષા ચાલકોના યુનિયનો દ્વારા અમદાવાદની કલેકટર કચેરી પાસેથી શાંતિપૂર્ણ રીતે દેખાવા યોજવા માટે રેલીની મંજૂરી માંગી હતી. પણ તે અરજી કોરોનાના બહાના હેઠળ પોલીસે નામંજૂર કરી છે.અંતે અમે ન છૂટકે રિક્ષા ચાલકો પોતાની રાજ્ય વ્યાપી લડતમાં સવિનય કાનૂન ભંગ કરીને હજારોની સંખ્યામાં ધરપકડ વહોરવા માટે તૈયાર થયા છીએ. સરકાર આગામી 15 દિવસમાં રિક્ષા ચાલકો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી રજુઆત કરવામાં આવી છે. જો આવું નહીં થાય તો સવિનય કાનૂન ભંગ કરી ધરપકડ વહોરવામાં આવશે.

આ પણ વાંચો - રાજ્યના 210 તાલુકામાં મેઘમહેર, કાલાવાડમાં 13.1, પડધરીમાં પોણા 7 ઇંચ સાથે વરસાદે ભુક્કા બોલાવ્યા

અન્ય રાજ્યની જેમ અમને પણ સહાય પેકેજ આપોરિક્ષા ચાલકોના યુનિયનોનુ કહેવું છે કે, દિલ્હી-તેલંગાણા વગેરે રાજ્યોમાં સરકારે રિક્ષા ચાલકોને સહાય પેકેજ આપ્યું છે, ગુજરાતમાં ત્રણ મહિના લેખે રિક્ષા ચાલકોને 15 હજાર સહાય આપવી જોઈએ, તેમના વીજ બિલ બાળકોની સ્કૂલ ફી, મ્યુનિસિપલ ટેક્સ બિલ માફ કરવાની માગણી કરાઈ છે.

આ પણ જુઓ - 

સરકાર દ્વારા એક લાખની લોનની જાહેરાત માત્ર કાગળ પર હોવાનો પણ યુનિયનોએ આક્ષેપ કર્યો છે. યુનિયનના દાવા પ્રમાણે અમદાવાદમાં 2.20 લાખ કરતાં વધારે રિક્ષા ચાલકો છે જે તમામ સ્વયંભૂ બંધ પાળવાના છે.

આ પણ વાંચો - કોરોના vs સુરતઃ માત્ર 100 કલાકમાં જ 182 દર્દીઓ માટે ઓક્સિજન સાથે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો, જુઓ તસવીરો

 
Published by: Kaushal Pancholi
First published: July 7, 2020, 7:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading