અમદાવાદમાં સાંજે 6 વાગ્યા સુધી નહીં મળે રિક્ષા, નવા દંડ સામે ચાલકોની હડતાળ

News18 Gujarati
Updated: October 3, 2019, 9:55 AM IST
અમદાવાદમાં સાંજે 6 વાગ્યા સુધી નહીં મળે રિક્ષા, નવા દંડ સામે ચાલકોની હડતાળ
બે લાખ રિક્ષા ચાલકોનાં પૈડાં આજે સાંજે છ વાગ્યા સુધી થંભી જશે.

શહેરનાં બે લાખ રિક્ષા ચાલકોનાં પૈડાં આજે સાંજે છ વાગ્યા સુધી થંભી જશે.

  • Share this:
વિભૂ પટેલ, અમદાવાદ : 16મી ઓક્ટોબરનાં રોજથી ટ્રાફિકનાં નવા દંડો (Traffic rules) વસુલવામાં આવશે. ત્યારે આજ સવારથી અમદાવાદમાં (Ahmedabad) રિક્ષા ચાલકોએ દંડનાં વિરોધમાં હડતાલ પાડી છે. શહેરનાં બે લાખ રિક્ષા ચાલકોનાં પૈડાં આજે સાંજે છ વાગ્યા સુધી થંભી જશે. રિક્ષા ચાલકોએ આ અંગે ચિમકી ઉચ્ચારતા કહ્યું કે જો સરકાર અમારી માંગ પર વિચાર નહીં કરે તો 10મી ઓક્ટોબરે રાજ્યવ્યાપી (Gujarat) હડતાળ (Strike) કરીશું.

શૈલેષ પૉલ મેકવાન, રિક્ષા યુનિયનનાં વાઇસ પ્રેસિડન્ટે આ અંગે જણાવ્યું કે, 'ઓલો ઉબરનાં આવવાથી આમ પણ ધંધો ઓછો થયો છે ત્યારે મોટર વ્હિકલ એક્ટનાં નવા કાયદા પ્રમાણેનાં મોટો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જેનાથી એવી પરિસ્થિતિ થઇ ગઇ છે કે અમારા એક રિક્ષા ચાલકે એક ફીનાઇલ પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો છે. હાલ રિક્ષા ચાલકોને ઘર ચલાવવાનાં પણ ફાંફા પડી રહ્યાં છે અને દંડ ભરવામાં તકલીફ પડે છે. રિક્ષા ચાલકો જેટલામાં રિક્ષા લઇને ફેરવે છે તેનાથી વધારે તો તેમની પર દંડ ઝીંકવામાં આવે છે. જેથી સરકાર પાસે અમારી માંગણી છે કે રિક્ષા ચાલકો પાસેથી વસુલાતો દંડ ઓછો કરવામાં આવે. બીજી એવી પણ માંગ છે કે જે રિક્ષા વર્ષ 2004 પહેલાની છે તેની પણ પરમિડટ રિન્યૂ કરી આપે.'આ પણ વાંચો : અમદાવાદનાં પોશ વિસ્તારમાં સ્વરૂપવાન મહિલાઓ ચોર બનીને ત્રાટકી!

હડતાળ


રિક્ષા ચાલક મહેમૂદ હુસેનનાં જણાવ્યાં પ્રમાણે, 'રિક્ષામાંથી અમે ઘર ચલાવી શકીએ તેટલું પણ કમાતા નથી ત્યારે મસમોટો દંડ વસુલવામાં આવે તો અમે કઇ રીતે આપીએ. બીજી બાજુ ઓલા, ઉબરનાં આવવાથી ધંધો પહેલા કરતાં ઓછો થાય છે અને તેમાં પણ દંડ વધારી દીધો. મારા ઘરમાં વીજળીનાં બિલનાં પૈસા પણ નથી એટલે ઘરમાંથી વીજળી પણ કપાઇ ગઇ છે.'
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर