અમદાવાદ : રિક્ષાનું ભાડું આપવા ઘરે આવેલા ડ્રાઇવરે શેઠાણી સાથે કરી બળજબરી


Updated: January 23, 2020, 2:58 PM IST
અમદાવાદ : રિક્ષાનું ભાડું આપવા ઘરે આવેલા ડ્રાઇવરે શેઠાણી સાથે કરી બળજબરી
પ્રતિકાત્મક તસવીર

તા. 8મી જાન્યુઆરીના રોજ રિક્ષા ડ્રાઇવર યાસીન ફરી મહિલાના ઘરે આવ્યો અને તેના તાબે થવા ધમકી આપી હતી.

  • Share this:
અમદાવાદ : નિકોલમાં રહેતી એક મહિલાએ તેના ભાઇની રિક્ષા યાસીન નામના વ્યક્તિને ભાડે આપી હતી. આ દરમિયાન ભાડું આપવાના બહાને યાસીને તેના ઘરે આવ્યો હતો. આ શખ્સે ભાડું આપવાના બહાને મહિલાની એકલતાનો ગેરલાભ લઇને તેની સાથે બળજબરી કરી હતી. મહિલાએ બૂમાબૂમ કરતા આખરે આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો, નિકોલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

નિકોલમાં રહેતી 49 વર્ષીય મહિલા પુત્રો અને પુત્રી સાથે રહે છે. મહિલાએ બે લગ્ન કર્યા હતા. મહિલા હાલ બંને પતિના બાળકો સાથે રહે છે. મહિલાના ભાઇએ તેની રિક્ષા તેને આપી હતી. થોડા સમય પહેલા મહિલાએ તેના ભાઈએ આપેલી રિક્ષા શાહઆલમના યાસીન છીપાને આપી હતી. યાસીન છીપા નિયમિત રિક્ષાનું ભાડું પણ આ મહિલાને ચૂકવતો હતો.

ગત તા. ત્રીજી જાન્યુઆરીના રોજ ભાડું આપવાના બહાને યાસીન મહિલાના ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ યાસીન મહિલા સાથે બળજરબી કરવા લાગ્યો હતો. યાસીનની હરકતથી ડરી ગયેલી મહિલાએ પોતાના પર બળાત્કાર થશે તેવા ડરથી બૂમાબૂમ કરતા યાસીન ત્યાંથી ભાગી ગયો હતો.

તા.8મી જાન્યુઆરીના રોજ પણ યાસીન ફરી મહિલાના ઘરે આવ્યો અને તેના તાબે થવા ધમકી આપી હતી. આ ઉપરાંત તાબે નહીં થાય તો વિચાર્યું નહીં હોય તેવું થશે તેમજ કોઈને કહેશે તો તેના દીકરાઓને મારી નાખશે એવી ધમકી પણ આપી હતી. મહિલાએ આખરે સમગ્ર વાત પોતાના સંતાનોને કરતા આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં યાસીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદમાં પોલીસે યાસીનની ધરપકડ કરી હતી.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर