અમદાવાદઃ મોડી રાત્રે ત્રણ યુવક પર હુમલો, એકનું મોત, રોકડની લૂંટ

News18 Gujarati
Updated: July 2, 2018, 10:08 AM IST
અમદાવાદઃ મોડી રાત્રે ત્રણ યુવક પર હુમલો, એકનું મોત, રોકડની લૂંટ
ત્રણ યુવકો પર મોડીરાત્રે હુમલો કરવામાં આવ્યો

  • Share this:
અમદાવાદમાં મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરનો કેસ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટના ઈરાદે ત્રણ યુવકો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક યુવકનું મોત થયું છે.

આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ દ્રષ્ટિએ જ આ કેસ લૂંટનો હોવાનું માલુમ પડ્યું છે. કારણ કે ત્રણેય યુવકો પર હુમલો કરીને હુમલાખોરોએ મોબાઇલ ફોન અને રોકડની લૂંટ ચલાવી હતી. હુમલા બાદ બંને બાઇકસવાર ફરાર થઈ ગયા છે.

છરી વડે હુમલો

મોડી રાત્રે આવેલા લૂંટરુોઓએ અહીંથી પસાર થઈ રહેલા ત્રણ યુવકો પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું છરી વાગતા મોત થયું હતું. જ્યારે બે ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જે રોડ પર હત્યા થઈ છે તે અમદાવાદનો ખૂબ જ વ્યસ્ત ગણાતો અને 24 કલાક ધમધમતો રસ્તો છે. જાહેર રસ્તા પર જ આવી રીતે લૂંટફાટ થઈ રહી છે ત્યારે ખૂબ શાંત ગણાતા અમદાવાદના આ વિસ્તારના લોકોની સલામતી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.મૃતક મૂળ પશ્ચિમ બંગાળનો વતનીહુમલામાં મોતને ભેટેલ યુવકનું નામ ઝુલ્ફીકારઅલી હોવાનું માલુમ પડ્યું છે, તેમજ તે થલતેજ ગામમાં રહેતો હોવાનો તેમજ તેનું મૂળ વતન પશ્ચિમ બંગાળ હોવાનું માલુમ પડ્યું છે. જ્યારે હુમલામાં ઘાયલ થયેલા બે અન્ય યુવકોના નામ સુભાંગ વાસુદેવ ભાદુરી અને સુંબોધ રામનાયારણ મહંતો છે. બંને થલતેજના રહેવાશી છે.

દીપક સોલંકી, અમદાવાદ
First published: July 2, 2018, 8:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading