અમદાવાદ : ગુજરાત ats અને વડોદરા sog એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી 16 લાખ ના md ડ્રગ સાથે 2 આરોપીઓ ની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ ઇન્દોરથી ડ્રગ લાવી વડોદરામાં સપ્લાય કરવાના હતા. હાલ મુખ્ય આરોપીઓ ને પકડવા કાર્યવાહી હાથ ધરવા માં આવી છે.
ગુજરાત ats ને માહિતી મળી હતી કે, વડોદરામાં 2 લોકો md ડ્રગ લઈ ને આવી રહ્યાં છે જેથી તે માહિતી ના આધારે ats ની ટિમ અને વડોદરા sog ની ટિમ કામે લાગી ગઈ. વડોદરા ના સયાજીગંજ પાસે થી 2 લોકો ને 163 ગ્રામ md ડ્રગ સાથે પકડી કાર્યવાહી શરૂ કરવા માં આવી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી અમાન શેખ અને મોહમ્મદ રિઝવાન ખાન ઇન્દોર થી આ ડ્રગ લઈને આવ્યા હતા અને આ બન્ને તો માત્ર પેડલર હોવાનું સામે આવ્યું છે. Ats દ્વારા વધુ તપાસ માં સામે આવ્યું છે કે, આ બન્ને આરોપીઓને ઇન્દોરના આમીરખાન લાલા નામના ડ્રગ માફિયાએ આ ડ્રગ લઈને ગુજરાતમાં મોકલી આપ્યા હતા અને આ ડ્રગ વડોદરા ખાતે st ડેપો બહાર કોઈ લાલ ટી શર્ટ અને માથે કાળી ટોપી પેહરીને અને જેના ટી શર્ટમાં સફેદ અક્ષરમાં એમ લખેલ હોય તેને આ ડ્રગ આપવાનું હતું. પરંતુ તે ડ્રગ સપ્લાય થાય તે પહેલાં આરોપીઓ પકડાઈ ગયા છે.
હાલ તો આ ડ્રગ મામલે 2 આરોપીઓ ની ધરપકડ થઈ અને વડોદરા sog તપાસ કરી રહી છે ત્યારે તપાસમાં સામે આવશે કે, આ ડ્રગ વડોદરામાં કોણ લેવાનું હતું અને ઇન્દોરનો ડ્રગ માફિયા આમીરખાન કોણ છે અને કેટલા સમય થી ડ્રગનો વેપાર કરી રહયો છે.