અમદાવાદઃ વધુ 400 જેટલા પરપ્રાંતિઓ UP જવા રવાના, જાણો કેવી રીતે થાય છે કાર્યવાહી


Updated: May 22, 2020, 5:35 PM IST
અમદાવાદઃ વધુ 400 જેટલા પરપ્રાંતિઓ UP જવા રવાના, જાણો કેવી રીતે થાય છે કાર્યવાહી
આજે અમદાવાદની વેજલપુર મામલતદાર ઓફિસ ખાતેથી પણ 400 જેટલા પરપ્રાંતિઓ મજૂરોને પોતાના માદરે વતન ઉત્તર પ્રદેશ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આજે અમદાવાદની વેજલપુર મામલતદાર ઓફિસ ખાતેથી પણ 400 જેટલા પરપ્રાંતિઓ મજૂરોને પોતાના માદરે વતન ઉત્તર પ્રદેશ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

  • Share this:
અમદાવાદથી પરપ્રાંતીઓનો પોતાના માદરે વતન જવાનું ચાલુ છે ત્યારે આજે અમદાવાદની (Ahmedabad) વેજલપુર મામલતદાર ઓફિસ ખાતેથી પણ 400 જેટલા પરપ્રાંતિઓ મજૂરોને પોતાના માદરે વતન ઉત્તર પ્રદેશ (uttar pradesh) જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી 11 એસટી બસોના માધ્યમથી 400 જેટલા શ્રમજીવીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે લઇ જવાયા. ત્યાંથી સ્પેશિયલ ટ્રેન (special train) મારફતે તેમને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવશે

મકરબાના તલાટી અશ્વિન ઠક્કરે જણાવ્યું હતું કે અમે આ તમામ પરપ્રાંતીઓનું રજીસ્ટ્રેશન કરી છે તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને હેલ્થ ચેક અપ કર્યા બાદ તેમને 11 જેટલી એસટી બસના માધ્યમથી અમે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે રવાના કર્યા છે. અને ત્યાંથી સ્પેશિયલ ટ્રેન મારફતે તેમને યુપી મોકલવામાં આવશે અમારો સતત પ્રયાસ ચાલુ છે. પણ ગાંધી અને તેમના માદરે વતન પહોંચાડવાના અને તેને લઈને તેઓ અમારી હેલ્પલાઇન નંબર ઉપર પણ ફોન કરી માહિતી મેળવી શકે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વિકટ પરિસ્થિતિમાં શ્રમજીવીઓના હાલ બેહાલ થયા છે તેમને પોતાની રોજિંદી આવક પણ ગુમાવી છે ત્યારે તમને બેઠક ખાવાના પણ ફાંફા પડી ચૂક્યા છે પરિણામે આજે વેજલપુર મામલતદાર ઓફિસ સવારથી શ્રમજીવીઓની લાંબી કતારો લાગી હતી. મોટી સંખ્યામાં યુવાનો વડીલો મહિલાઓ અને નાના બાળકો વડીલો સૌ કોઈ ભેગા થયા હતા. બપોરે બે વાગ્યાના સુમારે તમામ શ્રમજીવીઓને એસટી બસોના માધ્યમથી સાબરમતી રેલ્વે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા જ્યાંથી સ્પેશિયલ ટ્રેન મારફતે તેમના માદરે વતન ઉત્તર પ્રદેશ ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી.

સુરત અને અમદાવાદમાં પરપ્રાંતીઓ એ છેલ્લા કેટલાક દિવસ સુધી પોતાના માદરે વતન જવા માટે ધમપછાડા શરૂ કર્યા છે ગઈકાલે અમદાવાદમાં સોનીનીચાલી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે રોજ તેમને પોતાના માદરે વતન મોકલવા માટે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે વેજલપુર મામલતદાર ઓફિસથી 400 શ્રમજીવીઓને ઉત્તર પ્રદેશ મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
First published: May 6, 2020, 10:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading