HIV દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ડૉક્ટર કોરોના પોઝિટિવ થયા, કહ્યું- કોરોના વૉરિયર્સના પરિવારોને હૂંફ આપો


Updated: July 10, 2020, 11:19 AM IST
HIV દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ડૉક્ટર કોરોના પોઝિટિવ થયા, કહ્યું- કોરોના વૉરિયર્સના પરિવારોને હૂંફ આપો
ઝંખનાબેન શાહ.

કોરોના વોર્ડમાં દર્દી દાખલ હોય ત્યારે દર્દીની સાથે-સાથે તેના પરિવારને માનસિક હૂંફની તાતી જરૂરિયાત હોય છે : ઝંખનાબેન શાહ

  • Share this:
ગાંધીનગર : "હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી અને હોમ ક્વૉરન્ટીન (Home Quarantine) કરાયેલા તેમના પરિવારના સભ્યોને 'બધુ જ સારું થઈ જશે' એવા શબ્દો તેમનામાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે," આવું HIVના દર્દીઓનું કાઉન્સેલિંગ કરતા ઝંખનાબેન શાહ (Zankhanaben Shah) જણાવે છે. અમદાવાદ સિવિલ ખાતે આવેલા એઆરટી સેન્ટર (ART Center Civil Hospital)માં છેલ્લા 14 વર્ષથી ઝંખનાબેન શાહ HIV પોઝિટીવ દર્દીઓનું કાઉન્સેલિંગ કરવાની કામગીરી બખૂબી રીતે નિભાવી રહ્યા છે.

ઝંખનાબેન કહે છે કે, એચઆઈવી પોઝિટિવ થયેલાં દર્દીનું કાઉન્સેલિંગ કરતાં હું પોઝિટિવ થઈ હતી. મને કોરોનાનાં લક્ષણો જણાતાં ટેસ્ટ કઢાવતાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો. ત્યારબાદ હું સિવિલની ડેડિકેટેડ 1200 બેડ હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ થઈ હતી. હૉસ્પિટલમાં ડૉક્ટર્સ, પેરા-મેડિકલ અને અન્ય સ્ટાફ દ્વારા ખૂબ જ સહયોગ આપવામાં આવે છે.

આ પણ વાંચો : યુવતીને પૂર્વ પતિની ધમકી, 'મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં'

કોરોના વોર્ડમાં દર્દી દાખલ હોય ત્યારે દર્દીની સાથે-સાથે તેના પરિવારને માનસિક હૂંફની તાતી જરૂરિયાત હોય છે. હું હૉસ્પિટલમાંથી મારા પરિવારને ટેલિફોનિક વાતચીત તેમજ વીડિયો કૉલ કરીને હૂંફ પૂરી પાડતી હતી. મારા મિત્રોને પણ હું ફોન કરીને કહેતી કે તમે મારા ઘરે ના જઈ શકો તો કંઈ નહીં પરંતુ તમે મારા પરિવારના સદસ્યોને ફોન કરીને સહકાર આપજો.

આ પણ વાંચો : વરાછાના ભાજપના નગરસેવક પર ફાયરિંગ પાછળ ભરવાડ અને ગઢવી યુવકની સંડોવણી!

ઝંખનાબેન તમામ નાગરિકો સંદેશો આપતાં જણાવે છે કે, "તમારી આસપાસ જો કોઈ કોરોના વૉરિયર્સ હોય અને તે હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ હોય તેવા સંજોગોમાં તેમના પરિવારને સહયોગ કરજો અને તેમના પરિવારને પૂછજો કે કંઈ કામ હોય તો કહેજો અમે તમારી સાથે છીએ. આ પ્રકારનું હકારાત્મક વાતાવરણ ઊભું થાય તે જરૂરી છે. હકારાત્મક વાતાવરણથી કોરોના વોરિયર્સનો જુસ્સો બમણો થશે."
Published by: Vinod Zankhaliya
First published: July 10, 2020, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading