અમદાવાદનો જવાન લેહ લદ્દાખમાં શહીદ, બીમારીને કારણે મોત

News18 Gujarati
Updated: October 20, 2019, 7:51 AM IST
અમદાવાદનો જવાન લેહ લદ્દાખમાં શહીદ, બીમારીને કારણે મોત
હરિશચંદ્ર રામરાજ મોર્યનો પાર્થિવ દેહ

અમદાવાદનાં જવાનનું લેહ લદ્દાખમાં ફરજ પર બીમારીનાં કારણે મોત નીપજ્યું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : અમદાવાદનાં જવાનનું લેહ લદ્દાખમાં ફરજ પર બીમારીનાં કારણે મોત નીપજ્યું હતું. તેઓ થોડા કેટલાક દિવસથી બેંગ્લુરૂમાં સારવાર હેઠળ હતાં. ત્યારબાદ બે દિવસ પહેલા લશ્કરી હોસ્પિટલમાં મૃત્યું નીપજતા પાર્થિવ દેહને શહેરનાં અમરાઇવાડી વિસ્તારનાં ઘરે લાવવામાં આવ્યો હતો.

અમરાઈવાડી પોસ્ટ ઑફિસની સામે રાવના વંડામાં રહેતા હરિશચંદ્ર રામરાજ મૌર્ય ભારતીય ભૂમિદળમાં ફરજ બજાવતા હતા અને તેમનું ચાલુ ફરજ પર બીમારીને લઈને મોત થયું હતું.

40 વર્ષેનાં હરિશચંદ્ર રામરાજ મોર્ય જવાનને શબપેટીમાં રાખીને તિરંગાનું સન્માન આપવામાં આવ્યું હતું. તેમના પાર્થિવ દેહને લશ્કરની પાંખના સાથી જવાનો અધિકારીઓ સાથે બેંગ્લોરથી લશ્કરની ગાડીમાં લાવવામાં આવ્યો હતો. જવાનના નશ્વર દેહને તેમના ઘરે લવાતા પરિવારજનો અને આસપાસના લોકો આ જવાનને અંતિમ વિદાય આપવા ભાવુક બન્યા હતા. તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

જુઓ : VIDEO: લદાખ બોર્ડર પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી

હરિશચંદ્ર રામરાજ મોર્યનો પાર્થિવ દેહ


મહત્વનું છે કે, થોડા સમય પહેલા કાશ્મીરનાં માછિલ સેક્ટરમાં થયેલા હિમસ્ખલનમાં દટાયેલા પાંચ જવાનોનો બે દિવસના સંઘર્ષ બાદ પાંચેય જવાનોના મોત થયા હતાં. મૃત્યુ પામેલા જવાનોમાં એક જવાન દેવા હઝાભાઈ પરમાર ભાવનગરના વતની હોવાનું પણ બહાર આવ્યું છે. આ અંગે લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું કે, રસ્તો બંધ હોવા છતાં મહામહેનતે તમામ જવાનોને બતાવવામાં આવ્યા હતા. આ તમામ જવાનોને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમણે દેહ છોડ્યો હતો. ત્યાંથી તેમના મૃતદેહ અંતિમવિધિ માટે તેમના વતન લઈ જવામાં આવ્યો હતો.
First published: October 20, 2019, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading