અમદાવાદ: વધુ એક કંપનીએ રોકાણકારોને રોવડાવ્યા, આચર્યું 150 કરોડનું કૌભાંડ

News18 Gujarati
Updated: October 27, 2018, 9:33 PM IST
અમદાવાદ: વધુ એક કંપનીએ રોકાણકારોને રોવડાવ્યા, આચર્યું 150 કરોડનું કૌભાંડ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના અનેક શહેરમાં ઓફિસો ખોલી ઉંચા વળતરની લાલચ આપી રોકાણકારોને રોવડાવ્યા છે

  • Share this:
'લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે' વારંવાર કેટલીએ કંપનીઓ માર્કેટમાં આવી અને લોકોને ઉંચા વળતર આપવાની લાલચ આપી કરોડોના કૌભાંડ આચરી રફૂચક્કર થઈ ગયાની ઘટનાઓ બની છે. આવી જ વધુ એક કંપનીએ રાજ્યના અનેક શહેરમાં ઓફિસો ખોલી ઉંચા વળતરની લાલચ આપી રોકાણકારોને રોવડાવ્યા છે. આ કંપનીએ ગુજરાતમાં 150 કરોડનું કૌભાંડ આચર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, HVN રિયાલિટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા લિ. કંપની દ્વારા વડોદરા, દાહોદ, ગોધરા, જસદણ, મોડાસા, ગોધરા, બોડેલી અને દાહોદ જેવા શહેરોમાં પોતાની ઓફિસ ખોલી હતી. આ કંપની દ્વારા લોકોને ઉંચું વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી. જેથી લોકો લાલચમાં ફસાઈ કંપનીમાં રોકાણ કરવા લાગ્યા.

મહત્વની વાત એ છે કે, થોડો સમય કંપનીએ લોકોને આકર્ષવા માટે બધુ સરસ રીતે ચલાવ્યું, શરૂઆતના કેટલાક લોકોને થોડો ઘણો લાભ પણ આપ્યો, પરંતુ જેમ જેમ રોકાણકારો વધ્યા અને કંપની પાસે મોટી માત્રામાં રકમ ભેગી થઈ તો કંપની પૈસા લઈ રફૂચક્કર થઈ ગઈ. કહેવાય છે કે, આ કંપનીએ 150 કરોડનું કૌભાંડ આચર્યું છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, HVN રિયાલિટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા લિ. કંપની દ્વારા લગભગ 150 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની માહિતી મળી છે. આ કંપનીએ વડોદરા, દાહોદ, ગોધરા, જસદણ વગેરે શહેરોમાં ઓફિસ ખોલી હતી. કંપની રાતો રાત લોકોના પૈસાનું ઉઠામણુ કરી રફૂચક્કર થઈ ગઈ છે. હાલમાં કંપનીની ઓફિસોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે 20 CPU અને 1 લેપટોપ સહિત જુદા જુદા રજિસ્ટરોથા મેચ્યુરિટી સર્ટીફિકેટ વગેરે જપ્ત કર્યા છે. આ સાથે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
First published: October 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading