અમદાવાદની યુવતીની જીદ: બસમાંથી નીચે ન ઉતરતા કંડક્ટરે પોલીસ બોલાવવી પડી

અમદાવાદની યુવતીની જીદ: બસમાંથી નીચે ન ઉતરતા કંડક્ટરે પોલીસ બોલાવવી પડી
પ્રતીકાત્મક તસવીર

Corona guidelines: ક્ષમતા કરતા વધારે મુસાફરો બસમાં બેસી જતા કંડક્ટરે કેટલાક લોકોને બસમાંથી નીચે ઉતર્યા હતા.

  • Share this:
અમદાવાદ: અત્યારસુધી કોરોનાની માર્ગદર્શિકા (Coronavirus Guidelines)નું પાલન કરાવતી વખતે પોલીસ અને પ્રજા સાથે ઘર્ષણ થતું હતું. છેલ્લાં કેટલાક સમયમાં માસ્ક (Mask) ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરતી વખતે પોલીસ (Police) સાથે બોલાચાલી કે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. હવે એએમટીએસ બસ (AMTS Bus)ના કંડકટર પણ તેમાંથી બાકાત રહ્યા નથી. ક્ષમતા કરતા વધારે મુસાફરો બસમાં બેસી જતા કંડક્ટરે કેટલાક લોકોને બસમાંથી નીચે ઉતર્યા હતા. આ સમયે એક મહિલાએ બસમાંથી નીચે ઉતરવા માટે ના કહી દીધી હતી અને એવી તો જીદ પકડી કે કંડક્ટરે પોલીસ બોલાવવી પડી હતી.

સૈજપુર બોઘા રોડ પર રહેતા સાહિલ પ્રજાપતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે ગઇકાલે તેઓ સતાધાર સોસાયટીથી નરોડા તરફના રૂટ પર જઈ રહ્યા હતા ત્યારે શાહીબાગ ઓપીડી એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે તેઓએ બસ ઊભી રાખી હતી. જેથી એક પછી એક પેસેન્જર તેમની બસમાં બેસવા લાગ્યા હતા. જોકે, ક્ષમતા કરતા વધુ પેસેન્જર બસમાં બેસી ગયાં હતાં.આ પણ વાંચો: અમદાવાદ: ઠંડીમાં ચાલકને ઝોકું આવી ગયું, ટ્રક ડિવાઈડર કૂદીને બસ અને કારને અથડાયો

કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કંડક્ટરે કેટલાક મુસાફરોને બસમાંથી નીચે ઉતર્યા હતા. જોકે, આ વખતે એક યુવતીએ બસમાંથી નીચે ઉતરવાનો ઇન્કાર કર્યો હતો. યુવતીએ જીદ પકડી હતી કે તે બસમાંથી નીચે નહીં ઉતરે. યુવતીએ કંડક્ટરને કહ્યું હતું કે, "હું છેલ્લા એક કલાકથી બસની રાહ જોઈ રહી છું. હું બસમાંથી નીચે નહીં ઉતરું. હું ઊભા ઊભા જઈશ."

પહેલી જાન્યુઆરીથી બદલાશે આ 10 નિયમયુવતીએ તેની જીદ પર અડગ રહેતા અંતે બસના ડ્રાઇવરે પોલીસ બોલાવી હતી. જે બાદમાં કંડક્ટરે યુવતી સામે સરકારી કામમાં રુકાવટ બદલ ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે બસમાં તેની કુલ ક્ષમતા પ્રમાણે મુસાફરો બેસાડવામાં નથી આવતા. AMTS, BRTS અને ST તેમજ ખાનગી બસોમાં સરકાર તરફથી કેટલા મુસાફરો ભરી શકાશે તે માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:December 16, 2020, 10:40 am

ટૉપ ન્યૂઝ