અમદાવાદમાં ફરી હત્યાનો બનાવ , અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની ચર્ચા


Updated: August 4, 2020, 11:49 AM IST
અમદાવાદમાં ફરી હત્યાનો બનાવ , અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની ચર્ચા
મૃતકની ફાઇલ તસવીર

પૂર્વ વિસ્તાર જ્યારે અત્યારનું એપી સેન્ટર બન્યુ હોય તેમ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

  • Share this:
શહેરના (Ahmedabad) પૂર્વ વિસ્તારમાં હત્યાનો (murder) સિલસિલો યથાવત છે. રક્ષાબંધનના (Raksha) દિવસે અમરાઈવાડીમા આવેલા મહાવીરનગરમા ભાઈની કરપીણ હત્યા થતા બહેનનો આક્રોશ જોવા મળ્યો. શહેરમાં પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે. પૂર્વ વિસ્તાર જ્યારે અત્યારનું એપી સેન્ટર બન્યુ હોય તેમ વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે.

અમરાઈવાડીના મહાવીર નગરમાં મિત્રને મળવા આવેલા 35 વર્ષના યુવક  નિતેશની છરી મારીને હત્યા કરવામાં આવી. જોકે, આરોપીઓ કોઈ મોટરસાયકલ કે રીક્ષામાં નહીં પરંતુ ચાલતા આવીને યુવકને જાહેરમા છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. મણિનગરમાં આવેલ ગોરના કુવા પાસે આવેલા ત્રિપદા ફ્લેટમાં રહેતો અને મજૂરી કામ કરતો નિતેશ વાઘેલા તેના ઘરેથી બેન પાસે સુરક્ષા કવચ બાંધવાના બદલે બહેનથી દૂર થઇ ગયો.

આ પણ વાંચો - ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ભાઇનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન થયો

નિતેશ અમરાઈવાડીમાં આવે મહાવીર નગરમાં મિત્રના ઘરે પહોંચ્યો હતો. જોકે ત્યાં અંગત અદાવતમાં બે જેટલા આરોપીએ જાહેરમાં છરીના ઘા ઝીંક્યા હતા. કરૂણતા તો એ છે  કે, જાહેરમાં લોકોની હાજરીમાં આ પ્રકારનો બનાવ બનવા પામ્યો છે. હાલતો પોલીસે 2 આરોપી આશિષ પાલ અને શિવમ નાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને આ હત્યા પાછળ શુ કારણ છે તે જાણવા કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ જુઓ- 
મહત્વ ની વાત તો એ છે કે, અમદાવાદમાં વર્ષ 2019માં હત્યાના 80 બનાવો બન્યા છે ત્યારે 2018માં 98 હત્યાના બનાવો બની ચુક્યા છે.

આ પણ વાંચો - સુશાંત સિંહ રાજપૂતનાં મિત્રનો ખુલાસો, 'સિદ્ધાર્થ પિઠાનીની વધુ નિકટ હતી રિયા ચક્રવર્તી'
Published by: Kaushal Pancholi
First published: August 4, 2020, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading