અમદાવાદ (Ahmedabad) શહેરમાં સામાન્ય વરસાદમાં (rainfall) પડે અને શહેરના રસ્તાઓનું (roads) ધોવાણ થાય છે તે એક કોમન વાત આજે અમદાવાદીઓએ મનમાં બેસી ગઇ છે . એએમસી (AMC) દર વર્ષે કરોડો રૂપિયા રસ્તાઓ રીપેરીંગ (road repairing) અને નવા બનાવા માટે બજેટની ફાળવણી કરે છે . પરંતુ શહેરમાં બનેલા રોડ રસ્તાની ગુણવતા પર સવાલ ઉભા જ રહે છે . શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતા સામાન્ય વરસાદમાં શહેરના રસ્તાઓ ખાડાનગરીમાં પરિવર્તિ થઇ જાય છે.
એએમસી તંત્રે દાવો કર્યો છે કે, અમદાવાદ શહેરમાં એક પણ નવા રોડ તૂટ્યા નથી. જે પણ રોડ તૂટ્યા છે તે રોડ જ્યા સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન કે પછી કંપની જે દ્વારા રસ્તામાં ખોદકામ કરાયું હતુ. આ ઉપરાત શહેરમાં મેટ્રોનું કામ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. જેના પગલે રસ્તાઓમાં ખાડા પડવાની નાની મોટા સમસ્યા સામે આવી છે. પરંતુ એએમસી તંત્ર દ્વારા મેટ્રો સાથે સંકલન કરી ઝડપથી રોડ રીપેરીંગ કરવા માટે તાકિદ કરાઇ છે.
એસ પી રીંગ રોડ પર બ્રિજના કામ હોવાથી રસ્તાઓનું ધોવાણ થયું છે. એએમસી ટીમ દ્વારા ઔડા સાથે પણ સંકલન કરી ઝડપથી રસ્તાઓ સુધરે તે માટે કડક સુચનાઓ અપાઇ છે.
આ પણ જુઓ -
એએમસીના સત્તાધીશો અને અધિકારી દાવો કરે છે કે, શહેરમાં મોટા ભાગના રોડ સારા છે. જૂના રોડમાં ક્યાંક અસર જોવા મળી છે. પરંતુ એએમસી ઇજનેર વિભાગ દ્વારા વરસાદ રહી જતા રસ્તાઓ પર પેચ વર્ક કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.