કોરોના 'વિસ્ફોટ' બાદ AMC હરકતમાં, 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું

કોરોના 'વિસ્ફોટ' બાદ AMC હરકતમાં, 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું
સોલિડ વેસ્ટ વિભાગ (Solid waste) દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે.

સોલિડ વેસ્ટ વિભાગ (Solid waste) દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે.

 • Share this:
  અમદાવાદમાં  (Ahmedabad) ફરીથી કોરોના સંક્રમણનાં આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેના કારણે એએમસી (AMC) હરકતમાં આવ્યું છે. સોલિડ વેસ્ટ વિભાગ (Solid waste) દ્વારા ભીડવાળી જગ્યાઓ પર જઇને કાર્યવાહી કરવા માટે 140 ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. નોંધનીય છે કે, કોરોનાના કેસો વધતાં ડો. રાજીવ કુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠક બાદ બુધવારે બપોર બાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે ઉતારી દેવામાં આવી છે.

  દિવાળીમાં લોકોનાં ટોળેટોળા બાદ આટલા દિવસો પછી કાર્યવાહીના જવાબમાં સોલિડ વેસ્ટ ડિરેકટર, હર્ષદ સોલંકીએ જણાવ્યું હતુ કે, દિવાળીમાં લોકોને આર્થિક નુકશાન ન જાય તે માટે પહેલા કામગીરી કરવામાં આવી ન હતી. હવે જો ભીડ થશે તો તમામ એકમો પર કાર્યવાહી થશે. સંક્રમણ વધ્યુ છે તો લોકો સહકાર આપે.

  બુધવારે મણિનગર વિસ્તારમાં પ્રખ્યાત પારસી અગિયારી પાસેની પાણીપુરી, કાંકરિયા માસીની પાણીપુરીની દુકાન પર ભીડ ભેગી થતાં બંધ કરાવી દેવામાં આવી હતી. એસજી હાઇવે પર વાઈડ એન્ગલ પાસે બર્ગર કિંગમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતાં તેને સીલ મારવામાં આવી હતી. અલગ અલગ વિસ્તાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કોરોનાની ગાઈડલાઈન પાલન માટે ઉતારી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  ધો.9થી 12નાં વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા પહેલા જુઓ કેવી-કેવી આપવી પડશે સંમતિ

  લાભપાંચમનાં દિવસે ગુજરાતનાં નવા આઠ ધારાસભ્યોએ પોતાના પદના લીધા શપથ  અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાનો કહેર ફરીવાર થયો છે . બુધવારનાં આંકડા પ્રમાણે, 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 5 દર્દીના મોત થયા હતા. તેમજ કુલ 221 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 17 નવેમ્બરની સાંજથી 18 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 207 અને જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના અને જિલ્લામાં 1 મોત થયા છે. તેમજ શહેરમાં 205 અને જિલ્લામાં 16 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 46,023 થયો છે. જ્યારે 40,739 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,949 થયો છે.
  Published by:Kaushal Pancholi
  First published:November 19, 2020, 15:19 pm