અમદાવાદીઓ રાજ્ય બહારથી પરત ફરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો શહેરમા પ્રવેશ નહીં મળે

અમદાવાદીઓ રાજ્ય બહારથી પરત ફરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો શહેરમા પ્રવેશ નહીં મળે
તસવીર: Shutterstock

હાલમાં ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

  • Share this:
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ શહેરના રહેવાસી કે ગુજરાત રાજ્યની બહાર ગયેલ હોય તેવા રહેવાસીઓ શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ નેગેટવિ હોવો ફરજીયાત કર્યું છે . થોડા દિવસ પહેલા અમદાવાદીઓ આ નિર્ણયથી મુક્તિ અપાઇ હતી . પરંતુ ફરી એકવાર હાઇકોર્ટની લાલ આંખ બાદ તંત્ર દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત કરી દેવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત રાજ્ય દ્વારા કોવિડ -૧૯ કેસોના વ્યાપ ન વધે તે માટે તકેદારીના ભાગ રૂપે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૧ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય હવે નેગેટીવ હોય તેને જ પ્રવેશ મળવા પાત્ર થયે અને અન્ય રાજ્યોમાંથી અમદાવાદ પ્રવેશ માટે આવતા તમામ વ્યક્તિઓનું સ્કેનિગ ફરજીયાતપણે કરવાનું રહેશે . તે મુજબને હુકમ ૨૭ /૦૩/૨૦૨૧ રોજ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને એએમસી દ્વારા ૫/૦૪/૨૦૨૧ રોજ શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરવાનો રહેશે નહી તે મુજબ નિર્ણય સરકારના ઉચ્ચ અધિકારીઓના પરાર્મશમા રહીને કરવામાં આવેલ .બનાસકાંઠા: એક્યુપ્રેશરની સરળ રીતથી વધારવામાં આવે છે કોરોનાના દર્દીઓનું ઓક્સિજન લેવલ, જાણો કયા છે પોઇન્ટ

આજ રોજ હાઇકોર્ટ દ્વારા મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવેલ તેમજ ગુજરાત સરકારના ૨૭ માર્ચના પરિપત્ર મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાત પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા ૭૨ કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટીવ હોય તેને જ પ્રવેશ મળવાનાં થશે.

શ્વાનની અંતિમ ક્ષણ સુધી વફાદારી: સુરતમાં સાધ્વીજીની પાલખીયાત્રામાં શ્વાન પણ પાંચ કિ.મી. ચાલ્યો અગ્નિદાહ આપ્યો ત્યાં સુધી રહ્યો

જેનો અમલ કરવા સુચના આપવામાં આવેલ છે . અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ૫ એપ્રિલ ૨૦૨૧એ જાહેર કરાયેલ પ્રેસ નોટ રદ બાતલ કરવામાં આવે છે અને સરકારના ૨૭ માર્ચમા હુકમનો પાલન કરવામાં આવશે. હાલમાં વિશ્વના મોટાભાગના દેશ નોવેલ કોરોના વાયરસના કેસોથી પ્રભાવિત થયેલ છે. હાલમાં ગુજરાત સહિત અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે.સદર રોગના સંક્રમણને અટકાવવા તથા નિયત્રંણ કરવા માટે એએમસી દ્વારા તબક્કાવાર અનેક પગલા લેવામા આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ શહેરના રહેવાસી કે ગુજરાત રાજ્યની બહાર ગયેલા હોય તેવા રહેવાસીઓ શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ ફરજીયાત રહેશે.
Published by:Kaushal Pancholi
First published:May 05, 2021, 10:47 am

ટૉપ ન્યૂઝ